યાદનો વરસાદ
યાદનો વરસાદ
આ ગરજતાં વાદળો કેવાં,
જ્યાં વરસી તારી યાદ...
હું ને તું ની વાત નથી,
અહીં આપણી છે વાત ...
આવ રે વરસાદ ....
આવ રે વરસાદ ....
મોરલાએ દીધો ટોડલે કેવો સાદ,
નક્કી કરે આજે એને કોઈ યાદ ..
તપતા ઉનાળા પછી મેહુલાની વાત,
ભીની માટીની મહેક શ્વાસમાં અપાર,
ત્યાં કેવો વરસ્યો ..તારી યાદનો વરસાદ ..
આવ રે વરસાદ...
આવ રે વરસાદ ....