Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

રાતનો ગર્ભ

રાતનો ગર્ભ

1 min
106


રાતના ગર્ભમાં સવાર જેવું કંઈક સળવળે

અંધારું ફંફોળતા આખે આખો સૂરજ મળે

એની આંખોના રણમાં હતું તરસનું સરનામું

ને હર ક્ષિતિજે મૃગજળના મને સમંદર મળે

આ અડાબીડ જંગલમાં સન્નાટાની ચિચિયારી

જે સાંભળી જાય એને એક ગાતું વૃંદાવન મળે

એક સિતારાની શોધ ને આ મૌન અનંત આકાશ

ઉમ્મીદથી જરાક આગળ આકાશગંગાઓ મળે

બે શબ્દો વચ્ચેની આ ખામોશી માં એક જ ડૂબકી

ને આ મરજીવાને મોતી જેવી કવિતાઓ મળે

જેની"પરમ"પલકોમાં રુદન ને હાસ્યનો સંગમ

એને પલ પલ આનંદ અર્પતું"પાગલ"પન મળે


Rate this content
Log in

Similar gujarati poem from Romance