'શહાદત'
'શહાદત'
1 min
560
શહીદોની શહાદત ન ભૂલાશે કદી દેશવાસીઓ.
હવે તો પાછી વીતી જશે સો સો સદી દેશવાસીઓ.!
ફટ છે એ કાયરોને! દાનવનેય લજાવતા રહ્યા એ.
પીઠ પાછળ કરી ઘા વહાવી લોહીની નદી દેશવાસીઓ.!
સામી છાતીએ હસતાં-હસતાં વીરો ઝીલે ગોળીઓ,
નરાધમોએ દગાથી રક્તરંજીત કરી વરદી દેશવાસીઓ.!
કરીએ ભેગા મળી પ્રાર્થના, પરમગતિ પામે શહીદો.
દુશ્મનોના વાઢી માથા હટાવો આ બદી દેશવાસીઓ.!
ખતમ કરવોજ રહ્યો કાયમ માટે આ આતંકવાદને,
ન માનશો આ વાતને તમે હવે રદી દેશવાસીઓ.!