STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance Thriller

3  

Heena Pandya (ખુશી)

Romance Thriller

આપી ગયા.

આપી ગયા.

1 min
354




ઉચ્છવાસો સળગતા સ્હેજે તમે આપી ગયાં,

જો મરણ પ્હેલા મિલન કાજે અમે આવી ગયાં.


આ તમારો પ્રેમ પણ કેવો ગજબ છે મુજ પર,

બંધનો આ શ્વાસ જેવાં જે અમે રાખી ગયાં.


ને કરો સરખામણી મારા તમારા મોહની,

લાગણીઓની રમતમાં કેવાં તમે ફાવી ગયાં?


લો સમેટી નાખું છું જીતાડવા કાજે તને,

જીવતારો આપના ચરણે અમે રાખી ગયા.


કે ભરીને રાખવા "ખુશી"ની યાદી આભમાં,

લાશ મારી તો કબરમાં આજતો દાટી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance