નિશાન જિંદગીનું
નિશાન જિંદગીનું
આ મારા બે હાથને બધેજ લંબાવ્યા કરું છું,
ભવ્ય ભીખ એક દોસ્તીની માંગ્યા જ કરું છું.
દરિયાના તોફાનથી તો વાકેફ છું હું પૂરેપૂરો,
છતાંયે એમાં આ કશ્તીને ઉતાર્યા જ કરું છું
મહોબ્બતના અંજામથી નથી બેખબર હું યારો,
તોયે જેટલી થાય એટલી વધું કર્યા જ કરું છું.
દિલને કેન્દ્રમાં રાખીને સંકોચાઈ જાઉં ભલે ને,
ક્ષિતિજની પરવા કર્યાં વગર વિસ્તર્યા જ કરું છું.
આ હર શ્વાસ લેવાય છે મોતને લક્ષમાં રાખીને,
નિશાન જિંદગીનું પલપલ એમ વિન્ધ્યા જ કરું છું.
"પરમ"ની પાછળ ભલેને રોઈ રોઈને હું મરી જાઉં,
સ્મિતને સદા "પાગલ" ફૂલ બનીને વહેંચ્યા જ કરું છું.