વતન
વતન


હાલને જઈને રહીએ આપણાં માદરે વતન,
એજ વડલાની છાંય ને વથાણે બેઠી ગાય.
હોય મીઠેરો આવકારોને હોય સદાયે હેલ્લારો,
હૃદયે પુર લાગણીતણાં ને હોય અમી નયને.
હોય મોટાને માન, નાનાને લાડકોડ પૂરતો,
એજ છાશ ને વઘારેલો રોટલો ને ચોરાનો ઓટલો.
હાલને ફરી થોડી યાદોનું કરીયે જતન,
હાલને ફરી જઈને રહીએ માદરે વતન.
આંધળી દોડને અફરા- તફરી હરકદમ,
આધુનિકતામાં થઈ રહ્યું ગામઠી શૈલીનું પતન.
બાળકોને વતન સાથે જોડવાનો કરીયે યત્તન,
વતન નું થાય પતન એ પહેલાં કરીયે જતન.