માં
માં
મારા આયખાની અણમોલ પસંદ તું,
ને મારી સચ્ચાઈની પ્રથમ સોગંદ તું,
મારા રુદીયાનું ઝગમગતું વંદન છે તું,
ને મારા લલાટનું ચમકતું ચંદન છે તું,
હૈયે હરખ ને હોઠની મુસ્કાન છે તું,
ને મારી સઘળી દુવાનું વરદાન છે તું,
'આશુ'નો પડે ધોધ તો, ઉદાસ થાતી તું,
'માં' મારી પહેલીને આખરી પસંદ છે તું !