પગદંડી
પગદંડી


ભોમિયા વિના ભમતી હું અજાણી,
મંજિલ માથે મૂકી ચાલી,
રસ્તામાં કોઈ વળાંક જોઈ,
છેક સુધીની આસ આવી,
શૂન્યથી મૂલ્ય સમજાવી,
પાટી પર એકડો ઘૂંટાવી,
હોંશ જોશ જુસ્સાથી જગાવી,
જીત માટેની તૈયારી કરાવી,
સતત સાથે રહી દિશા દેખાડી,
પ્રેરણા બની જીવન હંકાવી,
આવી દંડી પ્રભુ દેજો સૌને,
પગદંડી વ્હાલી સૌની સહિયારી.