STORYMIRROR

Kairav Antani

Drama

3  

Kairav Antani

Drama

સંબંધોનો ગુણાકાર

સંબંધોનો ગુણાકાર

1 min
257

નાની અમથી બંધ મુઠ્ઠીમાં લઇ આવે છે,

નાની મારી પરી બાપ માટે ખુશીઓ લાવે છે,

ઘેર ઘેર દિવાળી આવે છે,

જ્યારે લાગણી ની સાચી સંપત્તિ લક્ષ્મીજી પધારે છે,


બાપની અમીરી ચમકવા લાગે છે,

જ્યારે તે કન્યાદાન નો લ્હાવો માણે છે,

નસીબદાર એ જીગર કહેવાય છે,

એક સાથે અનેક ઘર ને એ તારે છે,

લાગણીનો દરિયો દીકરી કહેવાય છે,


છમછમ પગલા મીઠા ડગલાં,

માં ના ખોળે સપના દીઠા,

પપ્પાના અરમાન પુરાવે,

દીકરી એ તો જન્મોજન્મ નો વ્હાલ આપે,

સંબંધોના ગુણાકાર માં જે જવાબ આવે,

નફો પામ્યા એ દીકરી ઘેર લાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama