STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નથી ખુશી મારી

નથી ખુશી મારી

1 min
2

નથી ખુશી મારી, આ કોમળ પુષ્પોમાં,

નથી ખુશી મારી, તેની અદ્ભૂત સુગંધમાં,

ખુશી મારી છે, તારા મોહક મધુર સ્મિતમાં,

તું સ્મિત ફરકાવતી મને ખૂબ સુંદર લાગે છે,


નથી ખુશી મારી, રોજ તારી વાટ જોવામાં,

નથી ખુશી મારી, તારાથી કાયમ દૂર રહેવામાં,

ખુશી મારી છે, તારા અતિ મધુર મિલનમાં,

તારૂં મિલન માંણવું મને ખૂબજ અદ્ભૂત લાગે છે,


નથી ખુશી મારી, તને પ્રેમમાં તડપાવવામાં,

નથી ખુશી મારી, તને પ્રેમમાં તરસાવવામાં,

ખુશી મારી છે, તારી તસ્વીર હૃદયમાં વસાવવામાં,

તારી તસ્વીરથી મારૂં હૃદય ખૂબ જ પ્રેમથી ધડકે છે,


નથી ખુશી મારી, તારા નકાબવાળા ચહેરામાં,

નથી ખુશી મારી, તારી સાથે અબોલા રાખવામાં,

"મુરલી" ની ખુશી છે, તારા મધુર શબ્દો સાંભળવામાં,

તારો શબ્દો સાંભળીને મને શાયર થવું ખૂબ ગમે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama