મને ખબર હતી
મને ખબર હતી
મને ખબર હતી કે, તારાઓ સાથે મહેફિલ યોજાય છે,
ચંદ્રમાં તારો ચહેરો જોઈને, તને મળવાની ઈચ્છા થઈ જાય છે,
મને ખબર હતી કે, નજરથી નજર મળી જાય છે,
તારી સાથે નજર મળવાથી, પ્રેમના જામ છલકાઈ જાય છે,
મને ખબર હતી કે, દિલથી દિલ મળી જાય છે,
તારી સાથે દિલ મળવાથી, દિલની ધડકન તેજ બની જાય છે.
મને ખબર હતી કે, સુંદરતાના મોહમાં ડૂબી જવાય છે,
તારી સુંદરતા જોઈને, મારા મનમાં મદહોશી છવાઈ જાય છે.
"મુરલી" ને ખબર હતી કે, પ્રેમ ઈશ્ચરની કયામત છે,
તું પાસે આવે ત્યારે, મનનો મયૂર ટહૂકા કરતો થઈ જાય છે.