જૂનું સરનામું
જૂનું સરનામું


આછું આછું દેખાય છે,
સ્વપ્ન માં માતૃભૂમિ પર વિતાવેલું,
સોનેરી બાળપણ હવે સરકતું જાય છે,
માટી ની સોડમ આજે નાકે વર્તાય છે,
જ્યારે સ્વપ્નમાં પણ હૈયે એ મિત્ર દેખાય છે,
દુઃખ નો દરિયો હવે હર્ષોલ્લાસમાં ફેરવાય છે,
જ્યારે ખભા પર હાથ મુકતો પાડોશી આંખે દેખાય છે,
વિશ્વાસ બન્ધ આંખે વર્તાય છે,
જ્યારે જૂનો વ્યાપારી પણ લાગણી ને મહત્વ આપે છે,
રોમે રોમે પોતીકું વર્તાય છે, જ્યારે માટી મારી માતૃભૂમિની દેખાય છે,
ધન દૌલત નકામું લાગવા લાગે છે જ્યારે સરનામું બદલાય છે!
શરૂઆત ની મહેનત અને લોહી જ્યારે મારા વતન નો રંગ ચગાવે છે,
આવો ગર્વ તો મારું વતન થકી જ આવે છે.