નજરે કેમ ન આવે છે?
નજરે કેમ ન આવે છે?


પળવારમાં હંફાવી જાય છે,
ઘડી બદલતાં શાંત થઈ જાય છે,
દરેક ધબકારે તે કેમ ઘભરાવી જાય છે!
ડગલેપગલે તેનું ચાલ ચલન પરિવર્તન પામે છે,
એટલો સંવેદનશીલ તત્વ નજરે કેમ ન આવે છે?
માનવને પણ ડગમગાવે છે,
અખંડ અવિરત આયુ તારું,
અસ્તિત્વને ધ્રુજાવે છે,
એય શ્વાસ તું અમને કેમ નજર ન આવે છે.