પ્રથમ પુરુષ
પ્રથમ પુરુષ


જિંદગીમાં પ્રથમ પુરુષ એવા,
ઉંબરા સમાં આદર્શ એવા,
બાળપણથી બુઢાપામાં,
સતત વહેલા લાગણીના પ્રવાહ એવા,
સમજદારીથી શાણપણમાં,
સામાજિક કર્યોમાં ગુરુ એવા,
લાગણી તથા દર્દને હદયમાં કેદ કરી,
લોખંડી મુરત બનીને ફરતા એવા,
સૌનું સારું વાનું વ્યવસ્થિત કરી,
પોતાની જાતને ક્યાંક ગોઠવતા એવા,
ધન દૌલતની બાબતમાં ગરીબ,
પણ જિંદગીનો મોભો અમિરીમાં જીવડતા એવા,
જીવથી જિંદગીને જિંદગીથી
માવતરનો એકજ એવુ મારુ,
પહેલું સરનામું મારા પપ્પા એવા.