મનની વાતો .
મનની વાતો .
લાગણીઓનો સંસાર છે આ તો
અમુક વ્યક્તિઓ યાદો બનીને રહી જાય તો સારૂ,
આમ તો બઉ જોયા તડકા છાંયડા,
પણ અમુક સુખોનો વરસાદ થઈ જાય તો સારૂ,
બે બોલ પડે વાણીના તલવાર સમાં
ઘા ઊંડા ના કરી જાય તો સારૂ,
અમુક વાતો મનમાં જ રહું જાય તો સારૂ,
અમુક વાતો મનમાં જ રહું જાય તો સારૂ,
આંખલડીમાંથી વહે અશ્રુ જાણે મોતીસમાં
કોઈની લાગણીઓ ના દુભાઈ જાય તો સારૂ,
નેહડામાં બનેલી આપની રાધા કૃષ્ણની જોડી,
આમ ને આમ વાતોમાંજ સલામત રહી જાય તો સારૂ,
અમુક વાતો મનમાં જ રહું જાય તો સારૂ..
