Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Fantasy Inspirational

4.7  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Fantasy Inspirational

શ્રધ્ધા

શ્રધ્ધા

1 min
395


ડગાવવા શ્રધ્ધા હૃદયે આવતી ઓ આફતો,

જીદ તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,

આ વાવાઝોડું છે આવ્યું ને જશે પણ ખરું !

આશરો તમે ક્યાં બદલ્યો છે કે અમે બદલશું,


માન્યું થપાટો દરિયાની સઢ ઝંઝોળતી અહીં તહીં,

પણ, નૌકા તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,

એ સનમ અજાણે થયો છે સિતમગર મહોબતે,

પણ,વફાદારી તમે ક્યાં બદલી કે અમે બદલશું,


બદહાલી પોષનાર હાલના કલમકાર બન્યા છે..

ખુશામત તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,

આરાધ્ય માની ને પંપાળ્યા જ કર્યા એ 'પત્થરો '

મન મૂર્તિ તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,


હતા કાલે ને આજે પણ ઘણા 'દુ:શાસનો 'અહીં,

એ પાટલી તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,

જાણ્યા છતાં ન સમજ્યા શું ઇષ્ટ છે કે છે વિષમ,

એની ચર્ચા તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,


માન્યું કાંઈક ચૂક્યો છે 'ધણી' જગત સંભાળમાં,

પણ, આસ્થા તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,

હજુ શ્રધ્ધા એ અગ્નિ શિખા, ગંગાના પ્રવાહે વસે,

આરાધના તમે ક્યાં બદલી છે કે અમે બદલશું,


નથી નવા છે એ જ લક્ષણો, ઢંગ ફકત અલગ,

બીમારીએ રંગ બદલ્યો છે, અમે કેમ બદલશુ,

સભ્યતા અમ મિટાવવા જ ધાર્યું કે શું વિષાણુ ?

પણ,જીજીવિષા જીવનની ના બદલી કે બદલશુ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy