STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama Romance Tragedy

4  

Ashuman Sai Yogi Ravaldev

Drama Romance Tragedy

હોય ધડકન મારી

હોય ધડકન મારી

1 min
422

હયાતી દબાઈ ગઈ છે ચાર દિવાલોમાં,

ને,યાદો રજડાય છે ખૂણે ઓશીકામાં,

તું મળે કે ના મળે રહી વાત અફસોસની,

પણ, રાતની તન્હાઈ લપાઈ ચાદરના પડખામાં,


સમેટી લઉ છું હું ખુદને ખુદમાંજ,

વળી વિસરીને જગ, જીવું છું જગમાં,

તું સમજે કે ના સમજે તને મુબારક,

પણ, હરેક પળ જીવું છું તારી સાથમાં,


ગોરંભાયેલો મેઘ ના વરસે તેવું પણ બને,

વિખરાય વાદળને વરસે મેઘો એવું પણ બને,

તું નહીં સમજે લાગણીઓના 'આશુ'ને પ્રિયે,

જીવે તું ને, હોય ધડકન મારી એવું પણ બને,


રડતી આંખોમાં અશ્રુ ઓછાને ખારાશ ઝાઝી હોય,

ધડકતા હ્રદયમાં શ્વાસ ઓછાને ધડકન ઝાઝી હોય,

શી રીતે સમજાવું પ્રેમ છે વિશ્વાસનું વાદળ,

કાળી દિબાંગ ઘટામાં જળ ઓછાને લીલાશ ઝાઝી હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama