STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Fantasy Others

3  

Nana Mohammedamin

Tragedy Fantasy Others

મળે...

મળે...

1 min
249

કરો ના વિશ્વાસ તો ભારે પછડાટ મળે,

કરો જો વિશ્વાસ તો વિશ્વાસઘાત મળે,


જરા જેટલી જ્યાં શાંતિ મનને મળે માંડ 

અશાંતિ તરફથી ત્યાં તો પ્રતિઘાત મળે, 


સંગાથી બધા છે સફરમાં સ્વાર્થના એવા કે 

કામ પત્યે ચારેકોરથી છૂટકારાની વાત મળે,


ખુશીની ઝરમર બોછાર વરસે માંડ

ગમો તરફથી ત્યાં તો પડછાયો મળે,


સળગે છે આખો સંસાર કેવો અહીંયા ને

સમાચારમાં હજારો રોજ આપઘાત મળે, 


કરે છે કોણ કદર 'નાના' જગતમાં અહીં તો 

વફાને નેકીના બદલે વ્હાલી રૂપિયાની જાત મળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy