Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Drama Inspirational

5.0  

Ramesh Patel

Drama Inspirational

જય હો ગુજરાત ગાજે ગગન

જય હો ગુજરાત ગાજે ગગન

1 min
324


મલકે મલક હર આંગણ ઉપવન,

અમર ઐતિહાસી સાબર દર્શન,

પહેલી મે આજ નાચે જનજન,

જયહો! ગુજરાત ગાજે ગગન,

 

ઈન્દુ રણહાકે ફૂંકાયા પવન,

ઋણ શહીદોનું જ હૈયે રતન,

ધરી હેત ઉરે ઝુલાવું વતન,

ઝગમગ દીપ શુભ દાદા વચન,

જયહો! ગુજરાત ગુંજે ગગન,

 

ધન્ય! આરાસુર પાવો પાવન,

ગઢ ગિર ડણકે સાવજ રતન,

શ્રીજી; સોમ ને સમંદર દર્શન,

ગુંજે દખ્ખણ કુંજ કોકિલ કવન,

જયહો! ગુજરાત મારું વતન,

 

સત્તાવન સરિતા સીંચતી જલધન,

નર્મદા જલધોધ નવયુગ તીરથ,

થનથન નટરાજ મયુર ને મન,

મધથી મધુરું વલ્લભ-ગાંધી જતન,

જયહો! સર્વધર્મ ગજગજ નમન,

 

ધન્ય! શ્વેતક્રાન્તિ ઉત્સવ અમન,

ગુર્જર ખમીર રમે; વિશ્વ જ વતન,

ગુર્જર અસ્મિતા અમ મુગટ કનક,

જયહો! ગુજરાત ગાજે ગગન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama