Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
લાગણીઓ હંફાવે
લાગણીઓ હંફાવે
★★★★★

© Shaurya Parmar

Tragedy Others Inspirational

1 Minutes   6.9K    2


Content Ranking

ડૂમો ભરાય છતાંય, આંખોએ આંસુ ન આવે,

ઘા હોય ગમે તેટલા, મુખેથી જાશું ન આવે,

જીવનમાં લાગણીઓ હંફાવે

સળગી ઉઠે સઘળુંએ, હાથમાં રાખ ન આવે,

મુઆ પછી ઉડવાને, પ્રેમની પાંખ ન આવે,

જીવનમાં લાગણીઓ હંફાવે

ભાળ કાઢવા હાટુ, માનીતી આંખ ન આવે,

ઝંખના એનીજ, પછી ભલેને લાખ ન આવે,

જીવનમાં લાગણીઓ હંફાવે

આશા એવી કે મર્યા પછીય મરણ ન આવે, 

અંત સુધી, લાગણીની ખોટનું ભરણ ન આવે,

જીવનમાં લાગણીઓ હંફાવે

ડૂમો ભરાય છતાંય, આંખોએ આંસુ ન આવે,

ઘા હોય ગમે તેટલા, મુખેથી જાશું ન આવે,

જીવનમાં લાગણીઓ હંફાવે

કવિતા આંસુ મૃત્યુ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..