STORYMIRROR

Khyati Anjaria

Tragedy

3  

Khyati Anjaria

Tragedy

ફરજ

ફરજ

1 min
852


ખોટા શોક ! ખોટી સાંત્વના,ખોટા દિલાસા,

નથી જોઈતી, મારે તમારી આશ વગરની આશા.

ચિતા બળે છે, બળ્યો દેહ મારો આજે ચિતામાં,

રડવા બેઠા છો શું મરેલ ને, જાણ્યો હતો જીવતામાં ?


આજે ઠાઠડી મારી ઉપાડી, કર્યો મોટો ઊપકાર,

રિવાજોના આ ભારા સાથે,મારો વધારાનો ભાર.

રામ નામ ને સત્ય બનાવ્યું, સ્મશાને દેહ જલાવ્યો,

આજે દુનિયાની શરમ કરીને પરાણે ધર્મ બજાવ્યો.


નહીં કહું કે ફરજ તમારી, તમે અધુરી મુકી છે,

જાવ ! છુટ્ટા તમે બંધનથી, તમારી મુક્તિ કરી છે.

મોક્ષ મળશે આત્માને મારી, અફસોસ છે એક વાતનો,

જીવતા મારા કશુંય કર્યું નહીં,મૃત્યુ પછીની ફરજ શા કામની?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy