STORYMIRROR

Khushi Acharya

Drama Tragedy

4  

Khushi Acharya

Drama Tragedy

સામર્થ્ય શેમાં?

સામર્થ્ય શેમાં?

1 min
680

હાથોમાં સમાય એ પળ શેના,

ક્ષણે ક્ષણે ના બંધાય એ સબંધ શેના,


પરોઢની આશાને હરાવી દે,

કાળી રાતમાં તેવા સામર્થ્ય શેના,


જીંદગીની હોડમાં જીવન છૂટી જાય છે,

થાક નામનો એહસાસ ભૂલી જવાય છે,


મારી જીંદગીનાં પ્રસંગની મજા બગાડે,

મારા દુઃખ ગમમાં તેવા સામર્થ્ય શેના,


ઇરાદાની મજબૂતી તો સમય માપી લેશે,

મનોબળનો પરચો મુશ્કેલીઓ જોઇ લેશે,


મારા હ્રદયને સળગાવી હૂં ઘી પુરુ છું,

કોઈ તોફાનમાં તેને હોલવાનાં સામર્થ્ય શેના,


હરી નામમાં શક્તિ કેટલી તે વાલ્મીકિ જાણે છે,

નહીં તો ચોર ને ઋષિ બનાવે તેવા સામર્થ્ય શેમા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama