વર્ષા
વર્ષા
ઝરમર ઝરમર વર્ષા વરસે.
ધરાની તરસે વાદળ વરસે.
ઝબૂકી વીજળી ઝળહળ ઝળહળ.
ગાજયા ગગનમાં વાદળ ગડગડ.
ભીંજાય મેદાન અને ઝાડ રે.
ભીંજાય બાળકો અને છત્રી રે.
વર્ષાનું મધુર સંગીત વરસે,
મયુરને કંઠે ટહુકો ટહુકે,
તારી પધરામણીનાં ઉત્સવ સૌ કરશે ઉજાણી.
કાળા ઘેરા વાદળ લઈને આવી વર્ષારાણી.
ઝરમર ઝરમર વર્ષારાણી વરસે. ધરાની તરસે વાદળ વરસે.