Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Drama Fantasy

2  

Hemaxi Buch

Drama Fantasy

ઈચ્છા

ઈચ્છા

1 min
385


ઈચ્છાઓનો માળો ગુંથું,

આશાઓથી એને સજાવું,


પ્રેમથી સિંચું ને સવારું,

આળ-પંપાળ તો કર્યા જ કરું,


પણ ખરી છે ને આ ઈચ્છાઓ,

રોજ રોજ પાંગરે નિત નવી,


 હૃદય મન સમા સરોવરમાં,

ને સતત વિસ્તરે ગાંડી વેલની જેમ,


એક પૂરી કરો ના કરો,

બીજી સળવળી આવી જ જાય,


એક કાપો ના કાપો 

બીજી ઉગી જ જાય,


આમ કેમ ચાલશે વિચારું છું,

ગજબનો યક્ષ પ્રશ્ન છે ને,


આમ ને આમ જ ચાલ્યું તો

એક દિવસ હૃદય મન સમુ સરોવર,


સરોવર જ ના રહેશે,

ઈચ્છાઓનું કબ્રસ્તાન બની જશે,


કોઈ પૂરી કોઈ અધૂરી,

તરતી હશે ઈચ્છાની ગાંડી વેલ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama