માં
માં
માં... અદભૂત સર્જન,
માં એ ઈશ્વર નું અલૌકિક સર્જન,
જ્યાં પોતે ના પહોંચી શકે,
ત્યાં માં ને સર્જી સાવ ખાલી થઈ ગયા,
પ્રેમની પર્યાય,
સંસ્કાર શિસ્તની આગ્રહી,
વાત્સલ્ય સતત નીતરે,
વ્હાલ વરસાવે,
ક્યારેક ટોકે,
ક્યારેક ગુસ્સે થાય,
માં વગર એક ડગલું,
આગળ વધી શકાય પણ નહિ,
માં એ માં જ છે,
તુલના કરવી શક્ય જ નથી.