Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Classics

3  

Dilip Ghaswala

Classics

ગઝલ- મા મને સાંભળે છે.

ગઝલ- મા મને સાંભળે છે.

1 min
517


મા... મારી એક એવી કવિતા છે જે વગર વાંચે પણ સમજાય છે.

ગઝલ - સાંભળે છે મા*


કોણ કહે છે, તું નથી? સપને મળે છે મા,

સર્વ આધિ વ્યાધિ ઉપાધી ટળે છે મા.


જિંદગીના પ્રશ્નથી જો દિલ બળે છે મા;

એક ચિત્તે વાત મારી સાંભળે છે મા.


લોહીના આંસુ વહાવે એક મા જ્યારે,

દીકરો હોવા છતાં પણ ટળવળે છે મા.


ઘર અમારું રોશનીથી ઝળહળે કાયમ,

રાત દી' આઠે પ્રહર રોજ બળે છે મા.


શક્ય ક્યાં છે ઇશનું મળવું બધાને અહીં??,

એટલે ઈશ્ ના સ્વરૂપે અહીં મળે છે મા.


ખળભળાવી નાખતી આ યાદ ખૂંચે છે,

જો છબીથી વહાલ તારું ઝળહળે છે મા.


હું હૃદયથી જો સ્મરું મા એક પળ માટે,

સર્વ દેવી દેવતા આવી ભળે છે મા!


Rate this content
Log in

Similar gujarati poem from Classics