STORYMIRROR

Lata Bhatt

Classics Romance

3  

Lata Bhatt

Classics Romance

અમને મળ્યું છે પ્રેમમાં

અમને મળ્યું છે પ્રેમમાં

1 min
775


અમને મળ્યું છે પ્રેમમાં ફૂલ પારિજાતનું,

મૂલવીએ કેમ કરી મૂલ, મોંઘી મીરાંતનું.


ન કલમ ચૂપ રહી, વાત કહેતી રહી-રહી,

કાગળ પણ ઊડી પહોંચ્યાં ક્યહીના ક્યહી,

મ્હેંક અછતી ના, જ્યાં વહાણું વાયું રાતનું,

અમને મળ્યું છે પ્રેમમાં ફૂલ પારિજાતનું,


આમ તો અમારી ને સાહ્યબા વચ્ચેની વાત,

સમુદ્રમંથનમાં જે નીકળ્યું, ધરી એ સૌગાદ,

એ વાત અલગ છે કે વતેસર થયું વાતનું.

અમને મળ્યું છે પ્રેમમાં ફૂલ પારિજાતનું,


સાહ્યબો લાવે સહુનો, ગુલાબનું ફૂલ રાતું,

સમય વહે જેમ જેમ, તેમ જાય કરમાતું,

ઓશ રહે અકબંધ, લાગે તાજુ જ પ્રભાતનું

અમને મળ્યું છે પ્રેમમાં ફૂલ પારિજાતનું,


સાહ્યબો એ આપી ચાલ્યો એના મલક,

પારિજાતમાં જોવા મળે રોજ એની ઝલક,

ઇન્દ્ર કનેથી મેળવેલ કલ્પવૃક્ષ કાયનાતનું,

અમને મળ્યું છે પ્રેમમાં ફૂલ પારિજાતનું,


પારિજાત-એક દેવવૃક્ષ; કલ્પવૃક્ષ. તે સ્વર્ગલોકમાં ઇંદ્રના નંદનકાનનમાં છે તેનું ફૂલ જેવા પ્રકારની ગંધ ઇચ્છીએ તેવા પ્રકારની ગંધ આપે છે. તેની ભિન્ન ભિન્ન શાખાઓમાં અનેક પ્રકારનાં રત્ન લાગે છે. આ પ્રકારના આ વૃક્ષના અનેક ગુણ પુરાણોમાં કહેવામાં આવેલ છે. સત્યભામાની પ્રસન્નતા માટે શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી ઇંદ્રની સાથે યુદ્ધ કરીને આ વૃક્ષ લાવ્યા હતા. તેનો પૂરો ભોગ કરી પાછું સ્વર્ગમાં રાખી દીધું હતું.તે સમુદ્રમંથન સમયે નીકળેલ હતું એમ મનાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics