STORYMIRROR

Heena Pandya (ખુશી)

Drama Romance

3  

Heena Pandya (ખુશી)

Drama Romance

થઈ ગયો

થઈ ગયો

1 min
792



એ મદારી એક મરકટ થઈ ગયો.

ને ગુલાંટે કેમ છટપટ થઈ ગયો?


આ નજર લાગી અહીં 'તો પ્રેમની,

આંખ આંજી સ્હેજ ઝટપટ થઈ ગયો.


કાલ પનિહારી બનીને બેસતી,

એ હૃદય કટકોય પનઘટ થઈ ગયો.


વાંસળીના સૂરમાં રાધા મળી,

કૃષ્ણ કેવો સાવ નટખટ થઈ ગયો.


એ ખમી શકશે હવે ધારા ઘણી,

પ્હાણ પણ થોડોક બરછટ થઈ ગયો.


લાજના ડરથી રખે ચમકી હવે,

ચાંદ આવી રોજ વધઘટ થઈ ગયો.


કેમ ના આવ્યો હજી આકાશમાં,

ખ્યાલ મનમાં છેક ચટપટ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama