લો, થઈ ગયું પૂરું વેકેશન !
લો, થઈ ગયું પૂરું વેકેશન !
લો, થઈ ગયું પૂરું વેકેશન..!
આજથી ફરી, એ જ વહેલા જાગવાનું ટેન્શન.
ફટાફટ પથારીમાંથી ઊભા થવાનું,
તૈયાર થઈ ઝડપથી ચા-દૂધ પીવાનું,
ઇન્શર્ટ કરવું ગમતું નથી,
પણ મમ્મી કહે છે, 'આ છે ફેશન',
લો, થઈ ગયું પૂરું વેકેશન !
સમયસર બસ પકડી સ્કૂલે પહોંચવાનું,
દરેક તાસમાં ભણવા પર ધ્યાન આપવાનું,
આટલું હોમવર્ક માંડ થતું,
એમાં વધારાનું ટ્યૂશનનું લેશન,
લો, થઈ ગયું પૂરું વેકેશન..!
હવે, તમે જ કહો, 'આમાં ક્યારે મારે રમવાનું ?'
'મનગમતું સ્વાદિષ્ટ ભોજન પેટ ભરીને જમવાનું ?'
કરું હું પ્રાર્થના ઇશ્વરને કે,
ઝટ પૂરું થાય આ ભણવાનું સેશન,
લો, થઈ ગયું પૂરું વેકેશન..!