યુક્તિ
યુક્તિ
એક નાનકડું સુંદર એવું ગામ હોય છે. ખૂબ શાંત સુંદર રમણીય વાતાવરણ આ ગામમાં. અહીં લોકો પણ ખૂબ સરળ અને શાંત સ્વભાવવાળા, જેમણે પોતાની મહેનતથી કરેલી ખેતી, પોતાનો પરિવાર, અને પરિશ્રમથી કમાયેલો મીઠો રોટલો જ વ્હાલો. ગામમાં અવારનવાર મદારી આવતો, કઠપૂતળી, વાળો આવતો ગામલોકો ખૂબ આનંદ લઇને નિહાળતાં, અને એમાંય બાળકો તો ખૂબ મજા કરતાં અને આનંદભેર માણતા.
અને ગામથી પાસે એક મોટું રાજ્ય હતું. ત્યાં કુંવરસિંહ નામનાં રાજા નું રાજ્ય હતું, ગામની દેખરેખ પણ આ રાજાનાં રાજ હેઠળ હતી. રાજાને એક દિકરી હતી, રાજકુંવારી સુકન્યા. ખૂબ પ્રેમાળ, દયાભાવવાળી હતી, રાજા થોડાં સ્વભાવે પ્રજા માટે સખ્ત હતાં. પરંતુ, કુંવરી ખૂબ લાગણી અને પ્રેમ રાખતી ગામલોકો પર, અને ગામમાં સતત અવર જવર કરતી રહેતી, ગામલોકોની જરૂરિયાતનું હમેશ ધ્યાન રાખતી.
એકદિવસ આ ગામમાં એક જાદૂગર આવ્યો, પોતાનાં જાદૂનો કમાલ બતાવવા માટે, એની જાદુઈ કળાથી લોકો મોહિત થઇ ગયા હતા. થોડાં થોડાં દિવસ થાય કે એ જાદૂગર ગામમાં પોતાનું જાદૂ બતાવવાં આવાં લાગ્યો, ધીરે ધીરે એણે વિચાર્યું કે આ ગામલોકો એનાં જાદૂને ખૂબજ પસંદ કરવાં લાગ્યાં છે.અને આ લોકો બહું ભોળા છે, હું એમને છેતરી સારાં એવાં પૈસા કમાઈ શકીશ. કેમ, હું આ ગામમાં જ રહી જવ તો ? એના મન મા પ્રશ્ન તરવરવા લાગે છે, ને જાણે પોતે મનોમન નક્કી કરી લે છે કે હું આ ગામમાં જ સ્થાયી થઈ જઈશ. મારા જાદૂ હેઠળ બધાંને છેતરી, ગામવડાઓને ઉલ્લું બનાવી રૂપિયા એંઠી અહીંયાથી ફરાર થઈ જઈશ..
એના મનસૂબા ઍક ઍક કરી કારગર થતા જાય છે, મીઠું મીઠું બોલી એ ગામમાં રહેવા માટે આવે છે. નિર્દોષ અને ભોળા ગામવાસીઓ જાદૂગર માટે રહેવાની વ્યવસ્થા કરી આપે છે. બસ, ધીરે ધીરે એની ચાલ રમવા લાગે છે, બાળકોને સહું પ્રથમ પોતાનાં જાદૂ થકી આકર્ષિત કરી પોતાની તરફ કરી લે છે. બાળકો આખો આખો દિવસ જાદૂગરના ઘરેજ રહે છે. તેમનાં માતાપિતા આ વાતથી સાવ અજાણ કે જાદુગરે એમનાં બાળકોને પોતાનાં વશમાં કરી લીધાં હોય છે. જે એવુંજ કરે જે જાદૂગર ઈચ્છતો હોય. ધીરે ધીરે બાળકોનાં માતાપિતાને વિચાર આવેછે કે આ કેમ આમ આટલી જીદ કરે છે, બીલકુલ રમતાં નથી, ઘરમાં રહેતાં નથી, આવું ક્યારેય વિતાડતા ન હતાં.
પરંતુ, શકનું પ્રતિબિંબ હજી જાદૂગરનાં ખભા સુધી નહોતું પહોચ્યું. એ પોતાની તરકીબ અજમાવી ઘણોખરો સફળ થઇ રહ્યો હોય છે. પરંતુ, બાળકોની સાથે હવે ગામવાસીઓ, અને વૃદ્ધોને પણ મારે પોતાનાં તંતર મંતરની આટીમાં લેવાં પડશે. નહિતર હું જોઇએ એવી સફળતાં નહિ મેળવી શકું. તેણે ગામનાં વૃદ્ધો સાથેનો વાર્તાલાપ વધાર્યો.કાઇક ને કાઇક એમને આપવાં લાગ્યો. જેમાં એની મંત્ર તંત્રવાળી દવા મેળવેલી હોય, કાઇને કાઇ ખવડાવતો. કાઇક એવું આપતો કે જે સ્પર્શમાત્રથી પોતાની અસર બતાવતું.
બસ, પછી તો શું હતું, ધીરે ધીરે વૃદ્ધો અને ઘણાં ખરાં જુવાનીયાઓ પણ એનાં ઝાસામાં લપટાવા માંડ્યા. હવે શું, લોકો જાદૂગરની સાથે રહીને પણ આ બધું સમજવામાં અસક્ષમ હતાં. કોણ કરશે બધું હવે પહેલા જેમ.આ બધું એકાએક, કેમ ? કેવીરીતે ? ની વ્યથની સાથે એનો કેવી રીતે નિવેડો લાવીશું ? ની ચિંતા દરેક જણનાં મનઃ મંથનમાં વિચારવા લાગી. કે, આવું બઘું ગામમાં કેવી રીતે ? વાત રાજકુંવરી સુધી પહોંચે છે. પોતાનાં ગુપ્તચર થકી, રાજકુંવરી આ બઘું સંભાળતા સમેત ગામમાં આવા મહેલમાંથી નીકળે છે. રસ્તામાં આવતાં આવતાં જ રાજકુંવરી ને એક "યુક્તિ" સુજે છે. કે આ ઢોંગી, પાખંડી જાદૂગરને પોતે શું સજા આપે ?
રાજકુંવરી ગામમાં આવી બધાને જુવે છે. બાળકોની સ્થિતિ જોઇ પોતે ખુબજ ચિંતિત થાય છે.બધાં જાણે એકબીજાને સાચવતાં હોય છે.આ દ્રશ્ય જોઇ પોતે ખુબજ દુઃખી થઈ જાય છે. અને જાણે આ બધાંથી પોતાને કોઈજ ફરક ન પડતો હોય તેમ આવતાની સાથે જાદૂગરનાં વખાણ કરવાં લાગે છે. "કોણ છે એ જાદૂગર જે આ ગામમાં આવી રહે છે ? જેણે પોતાની જાદુગરીથી સહુને મોહિત કરી દીધા છે? મારે પણ જોવું છે એનું જાદૂ !"
એટલામાં જ પેલો પાખંડી એમની સામે આવે છે "હું છું કુંવરી જાદૂગર,"
"મને પણ થોડું જાદૂ નહિ બતાવો તમારું ?" રાજકુંવરી કહે છે
જાદૂગર: "કેમ નહિ, શું જોવા માંગશો ?"
રાજકુંવરી: "અરે તમને એટલું બધું આવડે છે જે આપ મને પૂછો છો ? મને તમે મંત્ર મુગ્ધ કરી દો એવું કાઇક બતાવો જેથી હું મારા પિતા રાજાશ્રી ને કહી તમને મોટું સારું ઇનામ અપાવી શકું."
જાદૂગર ઇનામની લાલચમાં એ ખેલ બતાવી બેસે છે. જે તેણે ગામલોકો, બાળકો, અને વૃદ્ધો પર કર્યો હતો. વશીકરણ મંત્ર.
જેનાથી જાદૂગર જે કહે એજ બધાં કરે. અને પોતાનું બધુજ એને આપવાં તૈયાર થઈ જાય.રાજકુંવરી યુક્તિ થકી મારી સામે આપ જે કહો છો એ કોઇ એક વ્યક્તિ પર કરીને બતાવો તો હું તમને રાજમહેલમાં પ્રવેશ અપાવીશ સાથે મોટું ઈનામ પણ.
અને રાજકુંવરી, અને બાકી બીજાં ગામલોકોની સામે એ જાદૂગર પોતાનો જટિલ અને ખરાબ મંત્ર થકી એક વ્યક્તિને વશ કરી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે જા તારા ઘરે અને જેટલું ધન હોય લઇ આવ મારી પાસે. અને રાજકુંવરી પોતાનાં સ્થાન પરથી ઊભી થઇ ગુસ્સામાં બોલે છે સિપાહીઓ આ પાખંડીને પકડી મહેલમાં લઈ જાવ અને એને કારાવાસમાં મૂકી દો.
જાદૂગર બૂમો જ પાડતો રહી ગયો કે આ શું મને તો ઇનામ મળવાનું હતુ ને ?
રાજકુંવરી :ધુતારા, ઢોંગી તારા ગંદા પાપની તને સજા મળશે, ઈનામ નહિ. તે નિર્દોષ, અને સારાં ભોળા ગામવાસીઓને છેતર્યા છે. એમનો વિશ્વાસ તોડ્યો છે. તું ફક્ત અને ફક્ત સજા ને લાયક છે. લઇ જાઓ આને અહિયાંથી. એટલે આવી બુધ્ધિ ચાતુર્યથી અને સમજ પૂર્વક "યુક્તિ"થી રાજકુંવરી એ ધુતારા ઢોંગી જાદૂગરને સજા અપાવી.
