Deepa Pandya Gide

Romance Others

4  

Deepa Pandya Gide

Romance Others

મિલનનું મંથન

મિલનનું મંથન

3 mins
392


તારી મારી આપણી "પ્રણય ગાથા" માં સંવાદના સૂરની એક અલગ વાક્યતાની પ્રસ્તુતિ જે તારા થકી સતત મને મળતી, એ મારાં જીવનના એક અવિસ્મરણીય, અદ્ભુત, અનુભવની મને હંમેશા સુંદર પ્રતિતિ કરાવતાં, મનમંથન માં તરતાં, વહેતાં અને "જીવંત" .."યાદો" નું ભંડોળ બની આપણાં "મિલન" ની ગાથા ગાતા રહેતાં....

જેમાં આગવું અને મહત્વનું સ્થાન ધરાવતો ઋતું નો થયેલો પહેલો...."વરસાદ"..

"વરસાદ" નાં વણઝાર માં,

 એ ભીંજાવાની મારી થયેલી શરૂઆત,

"વરસાદ" નાં બિંદુઓ થકી,

 સ્પર્શનું સ્પંદન થાવું,

 આગમન તારું થાવું, અને

"વરસાદ" ને માણવું તારું,

 જોવું એકમેકને આપણું,

 અને બસ ત્યાંજ સ્થિર થાવું,

 અને અચાનક "વરસાદ" નું થોભાવું,

 આ સુંદર "યાદો" ને મારાથી કેમ કરી ભૂલાય ?! ધીરે ધીરે એકબીજાને ઓળખતા ગયાં, થોડાં થોડાં પાસે એકબીજાનાં આવી એકમેકને સમજતાં ગયાં.... ને થઇ આપણાં પ્રેમમાં પાંગરતા નવા પ્રેમનાં "મિલન" ની શરૂઆત. જ્યાં મારું સર્વસ્વ તું જ અને તારા માટે બધુજ હું, આ આપણાં "મિલન" ની વ્યાખ્યા ને ઉગરતી "યાદો"માં જતાં હું કેમ કરી રોકી શકું ?

બસ, એકબીજાથી પરે બીજું કાંઈ જ નથી નો છલકાતો આપણો ભાવ, જ્યાં પ્રેમ, લાગણી અને કાળજી નો થયેલો ખૂટી ખૂટી ને સમાવેશ, જ્યાં મનની સુંદરતાને આપણે એટલાં બધાં આંકી ગયાં હતાં કે જાણે આપણું "મિલન" જેવું ક્યારેય, કદી, કોઈનું થયું જ નથી. અને કદાચ આપણાં પછી કોઈનું "યાદો" ભરેલું આવું "મિલન" થાય પણ નહી ની વિસ્તરતી આપણી અગણિત એકમેક માટેની લાગણીઓની અરજીઓ જે રોકાવા પામતી જ નહી...

ઋતું નાં પહેલાં "વરસાદ" થકી મને મળેલું તારી "યાદ" નું પરબીડિયું,જેમાં આપણે સંજોવ્યું આપણી "મિલન" કેડું પ્રેમનું ભંડોળ. જ્યાં પહેલી "વરસાદ" ની ક્ષણથી લઈને ધીરે ધીરે એકબીજા માટે થતી પ્રેમની પરિભાષાની અભિવ્યક્તિ, જે "યાદો"નો "જોજ" બની આપણાં "મિલન"ની સતત પ્રતિતિ કરાવતી, આપણાં "મિલન" ની હમેશ સાક્ષી પૂરતી. એટલે જ તારી મારી સુંદર "યાદો" નાં સમુહ ને હૃદયનાં એક પ્રાંગણમાં એક એવું સ્થાન અર્પતી કે ત્યાં હવે તું અને ફક્ત તું જ રહીશ અને એ હૃદયનો ખૂણો તારી માટે જ જાણે અકબંધ કરી દેતી.

એવી તારા મારાં "મિલન" ની "યાદ" જે કેટકેટલુંય સંજોવતી, ગોઠવતી, સંભાળતી, સાચવતી એક એવા ખાલી હૃદયને સ્પર્શ કરાવતી કે પછી આપણાં પ્રેમમાં જાણે ખાલીપો ને ક્યારેય સ્થાન

ન દેવડાવતી. અને જાણે "યાદો" નાં એવાં મોટાં પહાડ ને નિર્માણ કરી દેતી જ્યાં, "વરસાદ" નાં ગમે તેટલાં મોટાં વાદળાં આવીને પણ એ "મિલન" થકી બંધાયેલી લાગણીઓની "યાદો" ને ક્યારેય ભીંજવી ન શકતી.. ક્યારેય એકબીજાથી દૂર ન કરી શકતી, આટલી આપણી એકમેક માટેની પ્રેમની અપિલ ને એકબીજાં માટેની "યાદો" ક્યારેય નકારી નથી શકતી...

તારું અચાનક કામકાજે કેમ પરદેશ જાવું ? શું તું તારાં કામ ને અબઘડી રોકી નથી શકતો? આપણાં આ સંવાદ ને બસ તું સમજી જા ને,

શું મને છોડી જાવું તને યોગ્ય લાગ્યું?

તારા માતપિતા ને તું સમજાવતો, અને

આપણાં "મિલન"કેડી "યાદો" ને જણાવતો,

પણ શું તું હવે સાચે મને છોડી ને જાતો?

વિરહની વેદનાં મારાથી કેમ કરી જીરવાશે?

તારા વિના મારાથી અહીં ક્યાં રહેવાશે?... બસ, આજ ભાવ

ને મારા સમજજે, જાય તો છે, પરંતુ, જલ્દી પાછો આવજે..

આપણું "મિલન" જાણે અનોખું એકબીજાને એકમેક સાથે બાંધતું બંધન જેવું જ્યાં તારા "વિયોગ" નો વિચાર સુધ્ધા ન કરી શકે એવું મારું આ મન જેને હું કેમ કરી તારાથી દુર થવાનો ભાવ સમજાવું એજ મને નથી સમજાતું. તારા "વિયોગ" ને કેમ કરી ઝીરવું એજ મને નથી સમજાતું."વરસાદ" નાં આગમન થી મધમીઠી "યાદો" ની થતી આપણી આહ્લાદક "મિલન" ની શરૂઆત જ્યાં "વિયોગ" નાં વિચારને પણ ટકોર કરવાનો ન આપેલો આપણે અધિકાર. પ્રેમમાં પાંગરતા, વહેતાં ઝરણાં થકી

થયેલી આપણી "યાદો" ની શરૂઆત જ્યાં સતત "મિલન" ની ઝંખના સિવાય બીજાં કશા ને સ્થાન નહોતું ત્યાં... આ "વિયોગ"

નો કપરો પડકાર હું કેમ કરી જીરવું ?

તારા "વિયોગ" ને મારા અંતરના પ્રાંગણમાં મેં ક્યારેય વિચાર્યું જ નથી તો હું.. આપણી "યાદો" થકી થયેલા "મિલન" ને કેમ કરી "વરસાદ" માં વહાવી મૂકું... તુજ કહે!?..

મારાં અનરાધાર "યાદો" ના "વરસાદ" થકી તારું મારું સંપૂર્ણ "મિલન" થશેજ ની ધારા ને હું કેમ કરી " વિયોગ" નાં વાદળ સમ ભટકાવું??..

"વરસાદ" ની ધીમી ગતિ થી લઈને,

"યાદો" ના જોજ વમળો નાં સર્જન સુધી,

"મિલન" ની તરવરતી તડપ થી લઈને,

"વિયોગ" નાં વાદળ પાંગરતા સુધી,... હું ફક્ત તારી જ છું, હતી અને રહીશ ની પૂર્ણતા ને પામતાં સુધી..

તારી રાહ ની જ રહેશે મને "યાદ"થકી ફરી, એકવાર આપણાં "મિલન" ની આશ રે...જ્યાં ફરી ન ક્યારેય આવાં દેતો એમાં તું "વિયોગ" રે.


Rate this content
Log in

Similar gujarati story from Romance