આપવીતી
આપવીતી
"માણસ" (મનુષ્ય) એક એવું પ્રાણી છે, કે તે જ્યાં સુધી કોઇપણ ઘટના કે ન થવાં કાળ બાબતો એની પોતાની સાથે નથી ઘટતીને ત્યાં સુધી એ પોતે બીજાં કોઈપણ વિષે વિચારતો જ નથી, અને પોતાનાં પર ન વીતવાને કારણે એ બીજાં કોઈની પણ તકલીફ સમજવાં જરાય સક્ષમતાં નથી કેળવી શકતો. અને ત્યાં સુધી પોતે જ પોતાની જાત માટે શ્રેષ્ઠતાના હારોહાર ઊભો રહેતો હોય છે. જાણે પોતે કયારેય ખોટો હોઇજ ન શકે. એવુંજ કંઇક આપણે આગળ જોવા જઈ રહ્યાં છે.
કે અવિનાશની પોતાની વિચારસરણી
એને ક્યાં લઇ આવે છે.
અવિનાશ એક મોડર્ન અને ફોરવર્ડ
છોકરો હતો. એની માટે કોઈપણ બાબતને જે એની ઈચ્છા વિરુદ્ધની હોય, જે એને ન પસંદ હોય એ સહજતાથી
સ્વીકારવી એટલે અત્યંત અશક્ય બાબત હતી વિલાસબેન માટે. વિલાસબેન અવિનાશની માતા હતા, એકનો એક દીકરો હતો, પોતે પતિના અવસાન બાદ ખૂબ સંઘર્ષ, અને મહેનતથી અવિનાશને ઉછેર્યો
હતો..
વિલાસબેન અવિનાશ માટે ખૂબ કાળજી
કરતાં કારણ, અવિનાશને લાગણી, વ્યવહાર, સંબંધો સાચવવાની આવડત, જવાબદારીનું જરાય ભાન ન હતું. એ
તો એયને પોતાની મસ્તી માં મસ્ત રહેતો જાણે દુનિયાથી પરે હોય. પોતે ભણતર પૂરું કરી
એક પ્રાઇવેટ કંપનીમાંનોકરી મળી હતી તો બસ એમાંજ મસ્ત અને વ્યસ્ત રહેતો હતો. એણે
ક્યારેય કોઈ જવાબદારીનો વિચાર કર્યો જ ન હતો.
વિલાસબેન એકદિવસ પોતાનું કામ
પતાવી અવિનાશને ઓફિસથી આવવાની વાર હોવાને લીધે ઘરેથી નીકળી બસ થોડે જ દૂર રસ્તો
ક્રોસ કરી સામે ભાગે શાકભાજીની લારીઓ ઉભી હતી ત્યાં જવા રસ્તો પસાર કરવા જતાં
હતાં. ત્યાં એકબાજુ જોયું અને બીજી બાજુ નજર ચૂકી કે દુર્ઘટના સર્જાઈ ગઈ હતી, વિલાસબેનનો કારની અડફેટે
એક્સિડન્ટ થઇ ગયો, અને એ એક્સિડન્ટ માં વિલાસબેન એ
પોતાની આંખો ગુમાવી બેસે છે.
લોકોનાં ટોળામાં એક બહેન
વિલાસબેનને ઓળખતાં હોવાથી એક રાહત મળે છે જેમનાં થકી અવિનાશને જાણ મળે છે કે
પોતાની માનો એક્સિડન્ટ થયો છે, અવિનાશ રસ્તામાં જ હતો. ઘટનાં સ્થળે પહોંચે જ છે કે કોઈક કહે છે
એમને હોસ્પિટલ લઈ ગયાં છે, તરતજ પોતે ત્યાં પહોંચે છે.
માતાની પરિસ્થિતી વિશે જાણવા આતુર અવિનાશ ઓપરેશન થિયેટરની બહાર આંટા મારે છે, કે થોડીજ વારમાં ડોક્ટર બહાર આવી
એવું કાઇક બોલે છે, જે સાંભળી અવિનાશ માટે એ
સત્યતાને પચાવવી ખરેખર અઘરી વાત હતી.
વિલાસબેન પોતાની આંખો ગુમાવી દે
છે, આ એક્સિડન્ટમાં.. અવિનાશ ના
પગનીચેથી જમીન ખસી જાય છે ડોક્ટરના મોંમાંથી આવાં વાગ શબ્દો સાંભળી, એ પોતાને સંભાળે એવી એની
પરિસ્થિતી ન હતી, પણ, ડોક્ટર ના વાક્યો એનાં કાનમાં
રણકી ઊઠે છે, કે અવિનાશ તારી માતાની તારે ખાસ
કાળજી હવે લેવી પડશે, માટે થોડો કઠણી બનવુજ પડશે, પોતાની "સંભાળ" સાથે માતાને પણ
"સંભાળી" લઈશને ! જાણે હું ? કેવી રીતે ? અચાનક આ શું ? કેમ થયું હશે ?. અને ન જાણે બીજાં કેટલાંય પ્રશ્નો એ બસ અવિનાશને ત્યાંજ
અટકાવી દીધો, અને એનાં પર પ્રશ્નોના એવાં
"ઘા" કરવાં માંડયા કે અવિનાશ બસ, સ્થિર થઇ બેસી ગયો, જાણે અંતરાત્માથી હાલી ગયો હતો.
પોતે આમતેમ અવસ્થામાં, અસ્વસ્થતા વાળી માનસિકતાથી
પોતાની માંને લઈને ઘરે જાય છે. ઘરે જઇ માંને સુવડાવી ત્યાં એનીજ પાસે બેસે છે. અને
કહે છે કે તું આરામ કર હું આવ્યો, કહી બહાર જઈ વિચારોના વમળમાં અટવાય છે કે આ ટાઇમે મમ્મી એ મારી
માટે નાસ્તો બનાવ્યો હોય છે અને મને પૂછવા આવે છે કે અવી તું આજે ચા પીશ કે કોફી ? અને હવે, એ પોતે પથારી માં પડી છે મારે જ
એની કાળજી લેવી પડશે, એનું ધ્યાન રાખવું પડશે, એને સાચવવી પડશે.. મારી માં છે.!
પણ સાથે જ વિચારોમાં ફરતો ફરતો
એક જગ્યાપર અટકે છે, કે મને તો કાઈ જ નથી આવડતું ન
સાચવતાં, ન કામ કરતાં, મેં ક્યારેય કાઈ કર્યુજ નથી..
હવે શું કરીશ ? મમ્મીની કાળજી કેવી રીતે રાખીશ ? છતાંપણ પોતે પરિસ્થિતીને ધીરે
ધીરે અનુકૂળ થવાં લાગે છે.
અને માની કાળજી લેતો થઇ જાય છે, મા સાથે બેસવાનું, સમય પસાર કરવાનો, સમયાંતરે નાસ્તો કે કાઈ જોઈયે છે
એનું ધ્યાન લેવાં લાગે છે. પોતે થોડું થોડું રસોઈનું કામ શીખે છે અને હવે કોઈને
પોતાની ગેરહાજરી મા મૂકીને જાય છે. પોતે સાંજે આવે કે પોતાની મા સાથેનીચે ફરવા જાય, એનો હાથ પકડી ચલાવે છે, થોડો સમય બધુંજ ખુબ સારી રીતે
પાર પડી રહ્યું હોય છે, માતા પણ ખૂબ ખુશ હોય છે કે, મારી આંખો ગુમાવવાને કારણે મારો
દીકરો કેટલું બધું કરતાં શીખ્યો, જવાબદારીને સંભાળતા, અને સમજતા થયો. પરંતુ,આ બધું જાણે અવિનાશને રૂટિન
લાગવા લાગ્યું કે રોજે રોજ આ જ લાઈફ સાલું,આ શું છે ?
મમ્મીની આંખો હવે કાઈ પાછી થોડી
આવવાની છે ? એણે એની આંખો ગુમાવી દીધી છે. પણ, રોજે રોજ હવે કંટાળી ગયો હતો.
અને જાણે આ માહોલથી છૂટવાનો પ્રયત્ન કરવાં જઈ રહયો હતો. પોતાનાં કંટાળામાં આંખે ન
દેખાતું હોવાની વ્યથાને ભૂલીજ જાય છે, કે જે પોતે કોઇ પર નિર્ભર રહેવાની વ્યથા કેટલી કપરી હોય
છે, આંખ સામે કાળા અંધારા સિવાય
કશુંજ નથી જોઇ શકવાનાં એ વિચાર પણ કેટલી વ્યથા આપી જનારો છે એ કયાં સમજે છે !
અવિનાશને જાણે એની માતાને સાચવવું એક બોજ રૂપ લાગવા લાગે છે. અને એવામાં જ ન
થવાનું થાય છે. ઘરમાંથી બસનીકળે જ છે કે વિચારોમાં ગરકાવ બની દાદરા ઉતરતો હોય છે, ક્યાં સુધી હું આવી રીતે મમ્મીને
જોઈશ ? કેવીરીતે સાચવીશ ?મારું શુર ? મારી લાઇફનું હવે ?
પોતે ફક્ત પોતાનાં સ્વાર્થમાં
સંધાતા બે પગથિયાં ચૂકી જતાં દાદરથી પડે છે અને માથામાં પુષ્કળ ઇજા પહોંચે છે.
આસપાસના લોકો તરતજ ભેગા થાય છે, અચાનક થતાં અકસ્માતને જોતાજ લોકો અવિનાશને સંભાળવાનો પ્રયત્ન કરે
છે, માતાને જાણ કર્યા વિના અવિનાશને
દવાખાને ખસેડવામાં આવે છે. અવિનાશને ઓપરેશન થિએટર માં લઇ જાય છે ત્યારેજ કોઇ ઘરની
પાસેનુ એની માતાને જાણ કરે છે. કે અવિનાશ સાથે આવી ઘટનાં બની છે અમે એને દવાખાને
ખસેડ્યો છે. તમને હમણાં કોઇ લેવાં આવી જશે. તમે ચિંતા ન કરશોના આશ્વાસન મળતાં
પહેલાં તો માતા પોતાની લાકડી ફાંફાં મારી શોધવાં બેસી જાય છે, પોતાની કાળજી રાખતાં બેનને
ઉતાવળમાં, "હમણાંને હમણાં
જ મને ત્યાં લઈ જાવ."ના રુદન સાથે. વિલાસબેન દવાખાને પહોંચે છેને એજ ક્ષણે
ડોક્ટર બહારનીકળી શાંતિ ભર્યાં અવાજે બોલે છે.. મને માફ કરજો તમારો દીકરો હવે
પછીથી ક્યારેય જોઇ શકશે નહીં. અને વિલાસબેનના હાથમાંથી એમની લાકડી પડી જાય છે, અને પોતે જનીનપર ઢડી પડે છેને
શૉક માં ત્યાંને ત્યાંજ મૃત્યું પામે છે.
અને અંદર થોડાં શુધ્ધિમાં આવતાં
દીકરાને પોતાની માંના સમાચાર મળતાજ દીકરો પુષ્કળ રડી પડે છે. અને એની આંખો સામે
અંધારામાં. ઉજ્જવળ થયેલી અને જીવેલી યાદો ફરી વડે છે, કે કેટલુંય મારું સાચવતી મારી
માંને મેં શું સાચવી ? મેં શું કર્યું મારી મા માટે
કંઇજ નહિ ? ધિક્કાર છે મારી જાત પર, જેણે કષ્ટ કરી, દુઃખ વેઠી મને મોટો કર્યો, જ્યારે એની પરિસ્થિતિ કષ્ટદાયક
આવી ત્યારે મેં કઈજ ન કર્યુ, ત્યારે મેં જવાબદારીમાંથી છટકવું સહેલું સમજ્યું ? અને આજે મારા દુઃખ સામે મારી મા
જાણે કીધાં વગર કેટલુબધું સમજાવી ગઇ. (મારી મા).. કે એ પોતે "અંધ" છે, છતાં દીકરાને "અંધ" ન
વિચારી શકતી, ન અનુભવી શકતી, કે હું તો મારા દીકરા પર બોજ હતી
જ, હવે એનું કોણ ? એ કેવીરીતે જીવન જીવશે ? એકલતા એને કોરી ખાશે !
જે માનો વિચાર કરવા અવિનાશ વાતને
ફેરવતો હતો, કંટાળો અનુભવતો હતો,આ શું હવે મારા માથે આવી બેઠું
છે. ? એમાંથી એની મા એ કુદરતી રીતે
જ" મુક્ત" કરી જતી રહી.. કે હું તારાથી નહતી સચવાતી દીકરા પરંતુ, હવે મને છોડ બસ, તું તારી કાળજી લેજો દીકરા.
"ન કહેવાયેલા શબ્દોમાં પણ ઘણું બધું કહેવાતું હોય છે" એટલે જ આપણે ઘણી
વખત આપણાને સાચવવા કચવાતા હોઇએ પરંતુ, આપણાં જ આપણને સાચવવામાં અસમર્થ બનતાં હોય છે.
"મા દીકરાના દુઃખમાં દુનિયા છોડી ગઈ, અને દીકરો અજાણતા જ માની
પરિસ્થિતી માં આવી જાય છે" એટલેજ ધિક્કાર, તિરસ્કાર, ચાલાકી, મારે કોઈની જરૂર નથીનો સ્વાર્થ એ ઘણી વખત આપણને જ એ
પરિસ્થિતી જીવવા માટે મજબૂર કરી દેતી હોય છે.આજે પોતે જ્યારે અંધ બન્યો ત્યારે
સામેવાળાની પરિસ્થિતીને જીવી શક્યો
