Deepa Pandya Gide

Inspirational Others

3.0  

Deepa Pandya Gide

Inspirational Others

ડોક્ટરનું ઘર

ડોક્ટરનું ઘર

2 mins
204


વેદનાનાં અશ્રુની જાણીવ જેને થાય એ એટલે " ડોક્ટર"..

ભગવાન પછી અંતિમ સ્થિતિમાં યાદ કરાતું બીજું નામ એટલે "ડોક્ટર"..

પ્રભુ સામે આજીજી અને પ્રાર્થના સમયે જોડાતા હાથ પછી પ્રાર્થતા જેની સામે આપણા હાથ એ એટલે "ડોક્ટર"...

"ડોક્ટર" એટલે કેટલી મોટી પદવી મેળવી છે!? ની સાથેજ કેટલી મોટી ડિગ્રી ધરાવે છે, એના કરતાં પણ, આપણાં વિશ્વાસનું એકમેવ પ્રતિક સમાન એક નિષ્ઠા ધરાવતું સ્થાન.

દુઃખો સામે આશ્વાસન નું કેન્દ્રબિંદુ એટલે "ડોક્ટર".

જ્યાં આપણાં વિશ્વાસ ડગી જતા હોય, અને એવાં કપરાં, કઠિણસમયે ખભાપર મૂકાતો આશ્વાસન ભર્યો હાથ, એટલે ડોક્ટર.પોતાનાં દવાખાનાંમાં દર્દીનું ઈલાજ કરવામાં પોતાનું સર્વસ્વ ભૂલી કાર્ય પૂરું પાડે છે, એ એટલે જ એક એવો ડોક્ટર કે જેણે, ફક્ત અનુશાસન ના લેવાં પડે એટલેજ નિયમો નથી લીધેલાં પરંતુ, એને હૃદયપૂર્વક અપનાવી સ્વીકાર્યા હોય એ ખરાં અર્થમાં ડોક્ટર, કે સાચેજ બધીજ બાબતો ને પડતી મૂકી દર્દી ને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી એની જીવાદોરીનો સાચેજ એક પૂલ બની એનું જીવન બચાવવાનું બિરુદ ઉપાડતું એક એવું સોપાન જો એ ના હોય તો શું થાય ? ને સંપુર્ણ પ્રાધાન્ય આપતો એક એવો કાગળ કે જે દર્દી અને એના દુઃખ વચ્ચે દવા અને, ટ્રીટમેન્ટ કેડું એવું પ્રિસ્ક્રિપ્સ્શન નિર્માણ કરતો હોય છે જે દવાથકી એનું દુઃખ કાયમ માટે એનાથી દૂર કરી દેતું હોય છે.

"ડોક્ટર" નું બીજું ઘર એટલેજ એનું દવાખાનું.

જ્યાં પોતાનાં જીવનનો કેટલો અણમોલ અને મહત્વનો જીવનનો ભાગ એ અર્પતો હોય છે પોતાનાં, બાળકો સમાન દર્દી ને સલાહ, સૂચનો કરતો હોય છે, અને યોગ્ય માર્ગદર્શન આપવા હંમેશાં તત્પર હોય છે. ક્યારેક પોતે કેટલીક કપરી પરિસ્થિતિમાં અટવાતો હોવા છતાં, પોતાનાં કાર્ય ને નિભાવવામાં ક્યારેય પાછળ નથી પડતો આ જવાબદારી એક ડોક્ટર જ બજાવી શકે છે. પોતાનાં મન પર પથ્થર મૂક્યાં વગર અશક્ય હોય છે એક દર્દી ના ઈલાજ ને સફળતા આપવી એ વાત ને ખૂબજ ગંભીરતા પૂર્વક સ્વીકાર કરે છે, એટલેજ તો એ ડોક્ટર હોય છે.

પોતાની અંદર કેટલીયે સક્ષમતા નિર્માણ કરી એક સ્થાન ગ્રહણ કરી શકે છે, એક ડોક્ટર એમનેમ સફળતાના શિખરે નથી પહોંચતો.. કેટલાય અટ્ટહાસ્ય અને તિરસ્કારનાં કડવા ઘૂંટ પીવા પડે છે ત્યારે જઈને એક નામના મેળવી શકવામાં સક્ષમ નીવડે છે.

ડોક્ટરનું સાચું ઘર એટલે એનું દવાખાનું અને પોતાનાં દર્દીના ઈલાજમાં મળેલી સફળતા એ જ એનું જીવન હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational