STORYMIRROR

Deepa Pandya Gide

Inspirational

4  

Deepa Pandya Gide

Inspirational

બાળપણની વિવશતા

બાળપણની વિવશતા

3 mins
376

આજનો ખૂબ સુંદર અને લાગણી સભર વિષય છે, " બાળપણ ની વિવશતા"... અને વિવશતા ને કારણે મારું બાળપણ ચાલ્યું ગયું.!!.. સુધીનાં સફર ની વાત.

ક્યાં ?,

કેવી રીતે ?,

કેમ ?,

મારો શું વાંક ?,

અને હવે શું થશે ?.....

  બાળપણ એટલે એટલી હદ સુધીની નિર્દોષતાથી ભરેલું સફર જ્યાં "કપટ", "છળ", "લુચ્ચાઈ", અને "સ્વાર્થ" માટે જરાય સ્થાન નથી હોતું. બસ, જ્યાં એક નિર્દોષતા, ઉમંગો, ઉત્સાહ અને અવિરત વહેતા નિત નવીન તરંગોથી ભરેલો મહાસાગર છે.

 પણ, ઘણી વખત નિર્દોષતા, અને નિસ્વાર્થ ભાવનાઓને પરિસ્થિતિઓના "માળખાઓ" બદલી નાખતા હોય છે... જે વિચાર્યું પણ નથી હોતું એ અચાનક આંખ સામે આવી ઊભું રહેતું હોય છે. નિર્દોષતા, અને બાળમાનસ ને બદલવા અઘટનારી બાબતો શરીર થકી નહિ પરંતુ, મન અને વિચારો થકી નાનપણ ને પડતું મૂકી દેવા તૈયાર થઈ જતી હોય છે.

એટલી અચાનકતા વિચારોથી પરે થઈ જીવનમાં ઘડાવા માટે આવી ને બાળપણ ને જંજોડી દેતી હોય છે કે તમારું બચપણ તમારું નહિ રહેતા સમજના શિખરે જવા તત્પર થઈ વેરવિખેર થઈ જતું હોય છે.. જે તમને સમજ, અને ભાવનાઓની એક અલગજ ભાષા શીખવી દેતું હોય છે. એ એટલે " જવાબદારી" કોણે કહેવાય, અને એ કેવીરીતે નિભાવાય! પોતાની જાત સાથે જવાબદારી ને સરખાવી આપણ ને એની ઓળખ કરાવે છે.

તમને ન વિચારેલા, ન ધારેલાં કાર્ય થકી રસ્તા બદલાવે છે. "જવાબદારી"ની " મજબૂરી" ભાવનાઓ અને લાગણીને વેરવિખેર કરી અસ્ત વ્યસ્ત કરી મૂકે છે. તમને એક એવા જવાબદારીના "બોજ" નીચે દબાવી મૂકે છે કે જ્યાં, તમને તમારું

"બાળપણ" વિસરાવી મૂકવાં પર બાંધી દેતું હોય છે. જ્યાં તમે તમારાં ન રહેતાં "જવાબદારી" ને પોતાને "અર્પણ" કરી દેવા મજબૂર થઈ જતાં હોવ છો. આપણે બાળમજૂરી વિશે કેટકેટલાં

સમાચારો વાચ્યા હશે, જોયાં હશે, પરંતુ , એનાં વિરુદ્ધ માં કોઈ,

પગલું ક્યારેય ઉઠાવ્યું હશે? દરેક પોતાનાં મન ઉપર હાથ મૂકી કહે?!... જવાબ હશે.."ના".. કારણકે આપણે કોઈના થકી થતી પહેલનો ભાગ ચોક્કસ બનવા માંગીશું પરંતુ, પોતે પહેલ નાં અંશ ની શરૂઆત બનવા નથી માંગતા.

"વિશ્વ બાળ મજૂરી દિવસને નાબૂદ કરવાની વર્ષમાં એકવાર ગવરમેન્ટ તરફથી, અને લેબર કમિશનર કચેરી દ્વારા, સમાચારો અને ન્યૂઝ ચેનલ માટે પ્રોગ્રામ નું આયોજન દર વર્ષે લગભગ ઘણાં બધાં શહેરો માં થાય છે ". પરંતુ, સાચા અર્થમાં અઢાર વર્ષની વય મર્યાદાથી નાની ઉંમર નું બાળક આજની તારીખમાં પણ, કેટલીયે

હોટેલનાં રસોડામાં, ચા ની લારીપર, રસ્તે લારી ખેંચતા, રસ્તે ઊભેલી ગાડી સાફ કરતા, રસ્તા પર સ્ટોરી બુક, કિચન વેચતા, નજરે પડે છે... એમને જોઈને સાચેજ આપણે શું કરીએ છીએ ?? એમનાં માટે કંઈ વિચારીએ છીએ ?

પહેલ નો ભાગ નહી પરંતુ એક પહેલ કરવાની શરૂઆત કરીએ,

સાથે મળીને આવાં બાળકો દેખાય તો (1098) ને જાણ કરીએ.

1098 ચાઈલ્ડ લાઈન નંબર છે, જે ફક્ત વડોદરા જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને આ સંસ્થાની વ્યવસ્થા થકી કેટલાંય બાળકોને આપણે સહાય પૂરી પાડી શક્યા છે..અને આવા અણધાર્યા એંધાણ જેવા "પડઘાં", "અનુભવો", ને આપણે સમજવું જ રહ્યું ની મુલાકાત.... બાળપણ ને ક્યાંય, કોઈપણ સ્થાને પડતું મુકવા રાજી થઈ જાય છે.

ભલે એક સુધારક નું " બિરુદ" ન મેળવી શકીએ પરંતુ, એક નવીન સુધારકનો ભાગ આપણે અચૂક બનીશું.

કારણકે કે એક બાળક પાસે થી એનું છીનવાયેલું "બાળપણ"ની કોરી અને ખાલી જગ્યા ને દુનિયાનું કોઈ સુખ ભરી નથી શકતું. એની પાસેથી ખુંચવાયેલા " રમકડાં" ની જગ્યાં દુનિયાની કોઈ જવાબદારીઓ ભરપાઈ નથી કરી શકવાની.

નસ્તે નાબૂદ કરવા જેવી જો કોઈ બાબત છે તો એ કે આપણે બાળકોને, પ્રેમપૂર્વક સિંચીએ, એમને સંસ્કાર, સભ્યતા, અભ્યાસ અને ભક્તિનું માહાત્મ્ય સમજાવીએ. એમનું જતન કરીએ એમને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવવા પ્રેરીએ.

બાળપણને આપણે એમનું આમ વ્યર્થ ન જવા દઈએ, એમનાં માનસ ને હાની પહોંચાડી એમનાં જીવનનું અહિત ન થવાં દઈએ.

બસ, ફક્ત આજનાં દિવસ ને જ મહત્ત્વ નો ન ગણતા દરેક દિવસ બાળદિવસ તરીકે ઉજવીએ. બાળકોનું " બાળપણ" ન છીનવાય એની દરકાર કરીએ, અને જરૂરિયાતમંદ બાળકો જે ભલે ને આપણાં કેમ ન હોય એમની પણ સહાય કરી આપણી સામાજીક ફરજને સમજીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational