Deepa Pandya Gide

Abstract Inspirational

4  

Deepa Pandya Gide

Abstract Inspirational

જાદૂઈ છડી

જાદૂઈ છડી

3 mins
408


"જાદૂ" દરેક ને નાનપણમાં ખૂબ ગમતું, સાચું કહું તો ઘણી મોટી મોટી જગ્યાઓ પર એવા જાદૂઈ શો પણ થતાં જ હોય છે. અને સર્કસ તો આપણે સહુએ માણેલું જ છે.જ્યાં પ્રાણીઓ, જોકર, અને ઘણું બધું આપણે નિહાળ્યું જ હશે ? નહીં !...

" જાદૂ" ની દુનિયામાં પોતાનું આગવું નામ કરવાં જાદૂગર સિકંદર સતત કંઈક નવીનતમ કરતો રહેતો. કંઈક ને કંઈક અલગ અલગ અખતરાં કરવાં તો જાણે સિકંદરનો કમાલ હતો. પોતાનાં રહેઠાણની આસપાસનાં લોકોને આકર્ષિત કરવા અને પોતાનાં વખાણ સાંભળવા તો જાણે રોજનું હતું, અને આવું કરીને એ ખૂબ ખુશ થતો. પરંતુ, એને કયાં જાણ હતી કે લોકોને એનાં જાદૂમાં કોઈ ખાસ રસ નહોતો. બસ, સિકંદરનું મન રાખવાં અને પોતાનો ટાઈમપાસ કરવાં લોકો રોજે રોજ કરતા રહેતાં. અને,આ વાતથી અજાણ સિકંદર પોતાની રોજે રોજ કંઈક નવીનતમ શોધને લોકો સામે ધરી દેતો, એ બિચારો કયાં જાણતો હતો કે ખોટી જગ્યા પર જમવાનું પીરસાઈ રહ્યું હતું.!!.

ધીરે ધીરે પોતે થોડું થોડું જાણતા થયા બાદ પણ, ક્યારેક તો કોઈ મારી જાતે કરેલી મહેનત ને આવકારશે., ક્યારેક તો કોઈ મારી સાચી કદર કરશે. બસ, પોતે એજ આશામાં સહુને આમંત્રિત કરતો રહેતો કે ક્યારેક તો મારી ગણનાં થશે ?..લોકો માનશે કે હું પણ સાચેજ એક સારો જાદૂગર બની શકું છું. હું પણ આવડત ધરાવું છું. છતાંપણ પોતે પોતાનાં પ્રયત્ન ક્યારેય છોડતો નથી.

એક દિવસ એક સમાચાર પત્રમાં એક સ્પર્ધાના સમાચાર જુવે છે, પહેલાં વાંચીને મૂકી દે છે. પછી અરે આ શું છે ? મારું ગમતું, મારું પસંદીદા કાર્ય. લાવ ઠીકથી વાંચવા દે જોઈએ,.. અમૂક અમૂક ઠેકાણે જાદૂઈ સ્પર્ધાનું આયોજન થવાનું હતું. ઠેર ઠેરથી લોકો આવવાનાં હતાં, કોઈપણ આ સ્પર્ધામાં જોડાઈ શકે છે.. એને મન થયું કે, મારે ભાગ લેવો જોઈએ.

અને મનોમન નિર્ણય લીધાની ક્ષણેક વારમાં પોતાનો નિર્ણય યોગ્ય નથી લાગતો.

મન ક્યાંક લોકોનાં એનાં પરનાં અવિશ્વાસને લીધે પાછળ પડતું હોય છે. છતાં પણ બધાજ ખોટા વિચારોને પડતા મૂકી મક્કમપણે નિર્ણય લઈ લે છે કે મારે કઈક ખૂબ સરસ અને એવું લોકો સામે પ્રસ્તૂત કરવું છે કે, દરેકને વિશ્વાસ થઈ જાય મારા પર કે મેં અત્યાર સુધી સાચા અર્થમાં જ મહેનત કરી છે. સિકંદર પાસે એક એવી છડી હોય છે કે ભલેને કશુપણ વિચારોથી પરે વસ્તુનું કાર્ય કરવા એ છડી સક્ષમ હોય.

 "સ્પર્ધા" નો દિવસ બસ પાસે પહોંચવા જ આવ્યો હોય છે કે, આસપાસના વિઘ્નસંતોષી લોકોનાં મેણા સાંભળતો હોય છે,આ કંઈ તારા કામનું નથી, તું ચીલા ચાલુ જાદૂ કરી ખાય તું વળી કયાં આવડી મોટી સ્પર્ધામાં જાય છે ?

છતાં પહેલીવાર કોઈની વાતોને મનમાં ન લેતાં, દ્રઢપણે પોતાનાં નિર્ણય ને વળગી રહે છે..

સ્પર્ધાનો દિવસ હતો આજે, જાણે લોકોએ પોતાનાં માટે બાંધેલી વાતોને ખોટી સાબિત કરી પોતાને સિધ્ધ કરવાની ક્ષણ હતી આજે, સરકારે જાહેર જનતા સમક્ષ જાદૂ કરવાનું નક્કી કરેલું હોય છે... બધાનાં વારા ફરતી વારા ચાલતાં હોય છે. આખરે સિકંદરનો વારો આવે છે. શરૂઆતમાં સિકંદર નાના મોટાં જાદૂ બતાવે છે... જાણે લોકો સાથે રમતો હોય, અને એકાએક પોતાનાં જાદૂઈ પિટારામાંથી પોતાની છડી કાઢે છે અને, સામે બેસેલા પ્રેક્ષકોની તરફ પોતાની જગ્યાં પર બેસી ફરાવે છે. અને બેઠેલાં પ્રેક્ષકગણ પર ફૂલ વરસાવી દે છે. અને લોકો તાળીઓનો ગડગડાટ કરી મૂકે છે.

મોટેથી બોલે છે કે બધાં પોતાની આંખો બંધ કરો. અને દરેક જણ આંખો બંધ કરી કંઈક નવું જ જોવા મળશેનો વિશ્વાસ જોવા મળ્યો, અને જ્યારે પ્રેક્ષકગણે આંખ ખોલી ને જાણે આખું આકાશ રાત્રીમાં પરિણમે છે. અને જાણે લોકોને આકાશના ઝગમગતા તારા દેખાય છે. અને જાણે આંખો સમુહ તાળીઓનો ગડગડાટ પ્રસરાવી દે છે. છેલ્લાં એક નાનકડું બોક્સ ખોલે છે.

જેમાં એક રૂમાલ હોય છે જે પોતાનામાં જ એક અલગ ઉદાહરણ બને છે. જે હવામાં ઉછાળતા જ એ રૂમાલમાંથી સુંદર અલગ અલગ પક્ષીઓ ઊડતા ફરે છે.

સો વાત ની એક વાત ક્યારેય કોઈને પણ, જીવનમાં નીચું કે નિષ્ફળ નહી સમજવું... આજે, લોકોની હસી, નફરત અને તિરસ્કારે ..... તાળીઓની ગડગડાટ લઈ લીધી હતી.

આજે સિકંદર ને જીતવું ન હતું, આજે એને કશુંજ મેળવવાની ઈચ્છા શેષ નહતી રહી. આજે ખરા અર્થમાં પોતે લોકોનાં હાથની તાળીઓમાં પોતાનાં માટેનું સ્થાન જોઈ એ ખૂબ ખુશ હોય છે.

જીવન સાચે જ એક જાદુ જેવું નથી શું ?...

છે,! અને ઘણાય દુઃખ અને તકલીફો પછી સુખની સમૃધ્ધિ એ એક અવિસ્મરણીય આહલાદક અનુભવની પ્રતીતિ કરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract