ઉદય સહ અસ્ત
ઉદય સહ અસ્ત
જેનો ઉદય "નિશ્ચિત" છે એનો "અસ્ત" અચૂક જ હોય છે. જે
"ઉદય" એટલે જન્મવું..આ ધરા પરની એક શરૂઆત, એક "પ્રારંભ", એક ઉદ્દગમ થતી બાબત, એક એવી આશાની કિરણની શરૂઆત જ્યાં સદંતર "સકારાત્મકતા" વહેતી હોય. અને એનાં પ્રવાહમાં સ્વપ્નાઓનો ધોધ નિરંતર વહ્યાં કરતો હોય છે એજ એટલે કે એક સુંદરતમ આશા, એક ઈચ્છા, એક ન પૂરું થયેલું સ્વપ્ન નું જોવું અને પૂરું કરવાં પ્રયત્નશીલ અને અપેક્ષાઓમાં જ " રાચવું"...
"અસ્ત" જે ફરી ઉદય થવાની એક સીડી છે. એક ઊગતી શરૂઆતનો અંત છે, એક એવી આશ છે કે સંઘ્યા સુધીમાં ન મેળવેલ બાબતનો ફરી તો મળી જ જશે નો એક "પ્રયાસ" છે.
અસ્ત જે ઉદયની જેમ અને ઉદયની સાથે નિશ્ચિત છે.
કયાં ક્યારે દિવસની અંતતા આવી ગઈ ન પૂરી થઈ ગયેલી વાત છે. જ્યાં ચાહ અને આશ પર જ નિર્ભર રહેતી દરેક કાર્યની પતાવટ પ્રક્રિયાનો ભાગ છે.
"ઉદય" અને "અસ્ત" વચ્ચે એક એવી મર્યાદા અને જીવનનિર્વાહનાં સમતોલનનું પૂર્ણતઃ અવલંબન થયેલું હોય છે, જે કાર્ય ન કરી શકવાની અસક્ષમતાની ધરોહરા છે. અને અચૂક આવતીકાલની પહેલી શરૂઆતની સફળતાના દ્વાર પર ઊભેલી એક નવી અગમ્ય અપેક્ષાઓની ભરમાર છે.
એટલે જ જ્યારે અવલંબિત એકમેકની શરૂઆત અને અંત વચ્ચેની "હરોળ" નો ઉત્સાહ અને ઉમંગનો નવો સંચાર કરતો હોય છે.
જ્યાં અંત છે ત્યાં ઉદય નિશ્ચિત છે જ... એવું જ જ્યાં ઉદય છે ત્યાં અસ્ત પણ નિશ્ચિત જ છે.
"એક દુઃખદ અંત જ એક નવીન શરૂઆતનું સોપાન છે."
