Deepa Pandya Gide

Fantasy Children

3  

Deepa Pandya Gide

Fantasy Children

રૂપિયાનું ઝાડ

રૂપિયાનું ઝાડ

4 mins
137


વિચારો કે સાચેજ ન ધારેલું, ન જોયેલું, ન વિચારેલું થાય તો ? સ્વપ્નમાં પણ ન જોયું હોય એવું આપણી આંખ સામે આવી ઊભું થઈ જાય તો ? અને જો આવું થાય તો ન વિચારવા જેવી વાત, કે ન જોયેલાં સ્વપ્ન પર, આપણે વિશ્વાસ મૂકવાં બંધાઈ જતાં હોઇએ છે. અને ઘણી વખત આવો ક્યારેય ન થયેલો ચમત્કાર આપણને એ વાત માનવા પર મજબૂર કરી દેતો હોય છે.

રીયા એક પંદરેક વર્ષની છોકરી છે. જેટલી નાની ઉંમર એનાથી વધારે મોટાં સપનાઓમાં રાચતી. ખૂબ જિજ્ઞાસુવૃત્તિ વાળી, માતાપિતા ખેતમજૂરી કરતાં. રીયા ભણવામાં પણ અતિશય હોશિયાર. એને ફૂલ, ઝાડનો ઘણો શોખ, જ્યાંને ત્યાં કોઈ છોડ મળે કે વાવણી કરવાં બેસી જતી. માતાપિતાને ગમતુ. આ રીયા નો એક સારો ગુણ હતો ! કે વૃક્ષોનું મહત્વ અને વૃક્ષો પ્રત્યેની કાળજીને એ બહું સારી રીતે સમજતી હતી.

એકદિવસ રીયાને એના પિતા એક છોડ વાવણી માટે આપે છે. અને કહે છે "આને બહું વ્યવસ્થિત રીતે રોપણ કરજે બેટા."

રીયા: "કેમ પપ્પા આમાં એવું તે શું ખાસ છે ? પપ્પા હું તો બધાજ વૃક્ષોનું રોપણ તમે મને નાનપણમાં જેવી રીતે શીખવાડ્યું છે એવીજ રીતે કરું છું."

પિતા: "હા બેટા મને ખબર છે. પરંતુ, આ છોડ જેમ જેમ મોટો થશેને એમ બહુંજ સુંદર ફૂલો આપશે. સમયે સમયે કાળજી લેતી રહેજે દીકરા."

પિતાના આટલાં વાક્યો સાંભળીને તરતજ રીયા એ મનોમન નક્કી કરી લીધું હતું કે આ છોડ પર ખૂબ સુંદર ફૂલો આવશે એટલે મારે ઘણી કાળજી લેવી પડશે. રીયાને જાણે એવાં કેવાં ફૂલો આવતાં હશે આ છોડ પર જે પિતાજી આટલી દરકાર કરવાનું કહી ગયાં

આજે તો હજી નાનો છોડ એક કુંડામાં વાવે જ છે, કે એમાં સુંદર ફૂલો આવવાની આશા એ એને છોડ જે નાના કૂંડામાં વાવ્યો હોય છે, એ છોડ પોતાનાં રૂમમાં લઇ આવે છે. અને એને વ્યવસ્થિત રીતે સૂર્યપ્રકાશ મળી રહે અને પોતાની આંખો સામે પણ રહે તે માટે એક નાનું ગોખલું હોય છે રૂમમાં ત્યાં મૂકી દે છે.

રીયા સૂઈ જાય છે. સવારે ઊઠે છે તો સીધું એનું ધ્યાન પેલાં નાના છોડ પર પડે છે. તો શું જુવે છે કે છોડ થોડો મોટો લાગે છે.

દોડતી દોડતી પિતા પાસે જઇ કહે છે કે જુવો પપ્પા, આવો જલ્દી જુઓ પેલાં ગોખમાં છોડ મોટો થયો છેને ?

પિતા એ જોતામાં કહ્યું "અરે ના બેટા ક્યાં મોટો થયો છે, અને હજી ગઇ કાલે રાત્રે વાવેલો છોડ કેવી રીતે મોટો થાય !"

રીયા થોડી નિરાશ થઈ ગઈ, કે મને મોટો લાગેલો છોડ કેમ કોઈને નથી દેખાતો, કેમ ? શું સાચે જ આ મારો ભ્રમ છે ? વિચારોમાં ને વિચારોમાં ઘરેથી નીકળી સ્કૂલ જાય છે. પાછી બપોરે આવી એનાં નાના રૂમનાં પેલાં નાના ગોખમાં છોડ પર ધ્યાન જાય છે. છોડ હમણાં વધારે મોટો દેખાય છે, જાણે વિચારોના ગરકાવ થયેલી રીયા વિચારે છે કે સાચેજ આ મોટો થઈ રહ્યો છે કે મનેજ મોટો થયેલો દેખાય છે ?

રીયા છોડને ગોખમાંથી કાઢી પોતાનાં રૂમની બારી પાસે રાખી દે છે. હવે પોતાનાં કામમાં લાગી જાય છે, રાત્રી થવાં આવી હોય છે. પથારીમાં સૂવા પડે છે કે હમણાં મન હોવા છતાં છોડ તરફ જોયાં વગર જ સૂઈ જાય છે. બીજાં દિવસની સવાર ક્યાં થઇ જાય છે ખબર જ નથી પડતી. અને હમણાં પણ છોડને નથી જ જોવો, નહિ જ જોવની હઠમાં પાછી પોતાનાં કામોમાં પડી જાય છે.

માતાને કહી જાય છે, કે છોડમાં થોડું પાણી આપી દેજો. અને જતી રહે છે, પરંતુ આજે સાંજે જ્યારે પોતાનાં રૂમની બારી પર નજર તાકે છે તો રીયા સચેજ આશ્ચર્યચકિત થઇ જાય છે. છોડ એકાએક વૃક્ષમાં પરિણમ્યો હતો, અનેનીચે થોડાં સુંદર ફૂલો સાથે કાઇક બીજું પણ પડ્યું હતું. શું ? પડ્યું હતુ ? રીયા પોતાનાં માતા પિતાને જોરથી ચીસ પાડી બોલાવે છે.. માતાપિતા આવતામાં જ રીયાનાં કઈજ કહ્યાં વગર છોડ પાસે જુવે છે, અને પોતે પણ સ્તબ્ધ બની જાય છે, કે થોડાં દિવસો પૂર્વે વાવેલો છોડ એનું કુંડુ તોડી આટલું મોટું વૃક્ષ બની ગયું કેવી રીતે હશે ? શું કોઇ જાદૂ, કોઇ ચમત્કાર, કોઇ મંતર, તંતર હશે ?

રીયા જોયું તમે બેવ જણે ? હું ખોટું નથી બોલતી અને વૃક્ષ નાંનીચે પુષ્કળ પૈસા પડ્યાં હતા. જેવાં બધાં રૂપિયા એકત્ર કરે છે, એવાજ બીજાં રૂપિયા. ધીરે ધીરે જાદૂઈ વૃક્ષના લીધે એમની પરિસ્થિતીમાં ઘણો સુધાર આવ્યો. થોડાં પૈસા ઘરમાં નાખી ઘર સરસ બનાવડાવ્યું.અને આવીજ રીતે ઘણી વખત આપડે કરવો જોઈએ ત્યાં વિશ્વાસ નથી મૂકતાં, અને અચાનક મડતી ચમત્કારિક જાદૂઈ રીતે મળેલી અણધારી ખુશીઓને સ્વીકારતા પણ, અચરજ અનુભવતા હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy