STORYMIRROR

Deepa Pandya Gide

Inspirational Children

4  

Deepa Pandya Gide

Inspirational Children

તડકો છાયડો

તડકો છાયડો

2 mins
379

તડકો છાંયો એટલે જીવનની સાચી પરિભાષા, જે ફક્ત બોલવાં પૂરતાં શબ્દો પૂરતી સીમિત ન રહેતાં સાચા અર્થમાં એને સાર્થક કરનારાં કારણભૂત છે. તમારું જીવન સાચેજ સુખ અને દુઃખ વગર અધૂરું જ છે. ફક્ત જીવનમાં ખુશીઓ પણ નકામી છે, અને સતત જીવનમાં દુઃખ નો જ અભિશાપ મળેલો હોય એ પણ નકામું છે.

દિયા, અને દેવ બેવ ભાઇ બહેન હતાં. બે વચ્ચે આઠ એક વર્ષનું અંતર હતું. દિયા મોટી હતી એટલે જ્યાં સુધી દેવ નહોતો આવ્યો દિયા જ ઘરમાં બધાનું કેન્દ્ર બિંદુ હતી. દિયા મોટી થતાં થતાં એને પોતાનો નાનો ભાઈ આવે છે, નાનપણમાં એ પાસાને નથી અનુભવાતા જે મોટાં થયા પછી સ્પષ્ટ થાય છે.

દિયા દેવને નાનપણમાં રમાડતી, પાસે લેતી વ્હાલ કરતી, અને એની કાળજી પણ રાખતી. ઘરમાં બધાનું નાના બાળક પ્રત્યેના ઝુકાવને અનુભવતી હતી. પરંતુ, ઘરનાં દરેક એને પણ એટલુંજ મહત્વ અને પ્રેમ આપતાં હતાં. બસ ક્યાંક કંઇક સમજણની પ્રતિતિ કરાવવાનું પરિવારજનો ચૂક્યાં હતાં. એ એટલે કે તું તો અમારી જ છે અને સાથે તારો નાનો ભાઈ પણ, પરંતુ એ નાનો હોવાથી થોડી વધારે કાળજી માંગી લે બસ, બીજું કઈજ નહિ.

ધીરે ધીરે મોટાં થતાં જાય છે ક્યારેક પ્રેમથી સંપીને રમે તો ક્યારેક લડી પડે, ક્યારેક સાચવી લે એકબીજાને, તો ક્યારેક ગુસ્સામાં એકબીજાથી દૂર થઇ જાય. આ એક સહજ વાત છે કે જ્યારે બે બાળકો વચ્ચે આટલો મોટો ફરક હોય ત્યારે આવી કોઇ વાત બનવી સાહજિક છે. પણ જેમ જેમ દિયા માં એ સમજણ આવતી ગઈ કે મારો ભાઇ નાનો છે, કોઇ એને મારી જતું, એ વાત દિયાથી સહન નહતી થતી.

પરિવારજનોની સમજણ અને પોતે લાગણીથી સમજણ કેળવતી ગઇ અને ધીરે ધીરે ઝઘડાં, લડાઈ, ગુસ્સો, કકરાટની જગ્યાં એલાગણી, સમજણ, અને સમંજસતા લેવાં લાગ્યાં હતાં. જે બે બાળકોને એટલે કે દિયા અને દેવને એકબીજા સાથે રમવું, રહેવું નહતું ગમતું એનાં બદલે. પ્રેમથી અને સંપથી એકમેક સાથે રહેવા લાગ્યાં હતાં. અને ઘણી વખત બાળકોને આપેલી સમજણ અસર નથી કરતી, ત્યાં પોતે પોતાનાં ભાઈ કે બહેન સાથે થતું અજાણ્યાં વ્યક્તિ થકીનો વ્યવહાર એ એકબીજાને એકબીજા માટે પ્રેમ અને હૂંફનો બ્રિજ બનવામાં મદદ કરે છે..

એટલે બાળકોનાં વિષયમાં મહત્વની ભૂમિકા કોઈક ત્રાહિત કે બહારનું વ્યક્તિ અથવા તો ઘણી વખત ઘરનું વ્યક્તિ પણ એકબીજાને ભેગા કરવામાટે કારણભૂત બનતું હોય છે. સંબંધમાં એજ છે સાચી સુગંધ કે ક્યારેક "ભરતી" તો ક્યારેક "ઓટ" ક્યારેક એમાં "તડકો" તો ક્યારેક "છાયડો" અને એજ ઝગડો, ગુસ્સો, નફરત, પ્રેમ અને હૂંફમાં આપોઆપ પરિણમી જતી હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational