Deepa Pandya Gide

Abstract Others

3  

Deepa Pandya Gide

Abstract Others

ઘડપણ

ઘડપણ

2 mins
141


" બાળપણ " અને " ઘડપણ " ને આપણે એક જ ત્રાજવામાં જો મૂકીએ તો કદાચ ખોટું નથી. બાળહઠ કોને કીધી... એવું જ કંઈક એક વૃદ્ધ, એક ઘરડાં વ્યક્તિ સાથે થતું હોય છે, એક બાળક અને એક વૃદ્ધ એકસમાન જ હોય છે.

બંને જિદના બંધાણી છે.

એમને કોઈ વાતનું ભાન ન હોય, શું બોલવું, શું ખાવું.. કેવું વર્તન કરવું, બસ એમની મસ્તીમાં મસ્ત રહેતાં હોય.

જ્યાં ક્યારેક "જિદ" વગર બીજું કાઈ ન હોય,

જ્યાં ફક્ત પોતાની જ મરજીની બોલબાલા હોય,

જ્યાં હું જ સાચો બીજાં બધાજ ખોટા હોય,

જ્યાં આડઈ કરી કરીને માંગણી થતી હોય,

જ્યાં બસ જોઈએ એટલે જોઈએ નો જ ભાવ થતો હોય,...

ઘડપણ આવ્યું તો એક બાળકમાંથી જ છે ને !

એક નાનકડાં બાળકથી લઈને, મોટાં જુવાન થતાં સુધીની સફરમાં કેટલાંય ચડાવ ઉતારની મજર કાપી હોય છે અને પછી મોટાં તરુણ અવસ્થાથી લઈને ઘડપણમાં જતાં સુધીનો સમયમાં ઘણાં શારીરિક ફેરફારોની શરૂઆત થઈ હોય છે. અને વૃદ્ધતાંનાં દરવાજે ઊભા પોતાનાં પાછલાં દિવસો, વર્ષોને વાગોળતાં હોઈએ છે. એ આખા જીવનકાળ દરમિયાન ગત વિતી ગયેલાં વર્ષોની દરેક પડો ને જાણે વિચારોમાં માણતા, વિચારતા, જીવતાં,

અનુભવોની હોડ ને બસ, કહેતાં કે તારા સિવાય, તારા વગર મારું કોઈક ન હતું..... અને એ એટલે કે ( સમય ) ક્ષણો, મહત્વની પળો... ઇટ વિલ નેવર કમ બેક.

જે બાળપણની મજા, મસ્તી અને જે આહ્લાદક આનંદના અનુભવની.. "અનુભૂતિ" છે, એ અકલ્પનીય છે.

એની જ સામે જીવનનો ઘડપણનો તબક્કો પણ સહજ સ્વીકારવો અને એને પણ, હસતાં મોં એ આવકારી.. "જીવવો" ,... બસ આજ પ્રકૃતિ, કુદરતની રચના ને આપણે સહુએ સ્વીકાર્યે જ છૂટકો છે. કે જે જન્મ્યું છે એ તરુણ વય સુધી પહોંચશે જ.. અને તરુણ જુવાની ઘડપણનાં બારણે બેસવા તો જશે જ....

એટલે આ એક સનાતન અને એકબીજામાં પૂરકતા બતાવતું ચિન્હ છે.. "બાળપણ" સામે "ઘડપણ".


Rate this content
Log in

Similar gujarati story from Abstract