Deepa Pandya Gide

Others

3  

Deepa Pandya Gide

Others

ઉધવંશ

ઉધવંશ

2 mins
147


સુંદરતા આ પ્રકૃતિનીના નષ્ટ કર તું મનુષ્ય. વૃક્ષોતો પ્રકૃતિનો પ્રાણ છે, જો આ નહિ હોય, તો શું થશે મનુષ્ય જીવન ? ક્યારેય કોઈએ વિચાર્યું છે ? જે હરણફાળ ભરી રહ્યાં છે આપણે, શું ફક્ત કાઈ મેળવી રહ્યાં છે ? કે પછી મેળવવાં કરતાં વધારે ગુમાવી રહ્યાં છે ? સુંદરતાને ઉજાળી શું મેળવી લઈશું ? કુદરતી પ્રાણવાયુંને પ્રાપ્ત કરવાનું છોડી શું આગળનાં ભવિષ્યમાં ઓકસીજન માસ્ક પહેરી ફરીશું ? પ્રાણીઓ અને જનજીવનને ખોરવી હે માનવ આપણે શું પ્રાપ્ત કરી શકીશું.?

આંસુ સારતી આ પૃથ્વીને ન કંપાવતો ઓ મનુષ્ય ! કુદરતને માણવાનો લ્હાવો ગુમાવી તું પોતાનાં માથા નીચેથી પ્રકૃતિનો ખોળો છીનવી રહ્યો છે ઓ મનુષ્ય. પોતાનાં સ્વાર્થ સાધી તું વિનાશ ને સર્જી રહ્યો છે મનુષ્ય. તારી મોટી બિલ્ડિંગના ભાર નીચે તું કેટલાંય પશુ, પક્ષીઓ નું ઘર તહેસનહેસ કરી રહ્યો છે. મૂંગા જીવ શું બોલશે કયાં જાશે એ વિચાર છોડી તું આગળ વધી રહ્યો છે, હે મનુષ્ય તું ક્યારે થોભીશ ? કેવી રીતે સમજીશ કે આ ઉધવંશ તારા થકી પ્રકૃતિ નો થયો છે, તો પ્રકૃતિ પણ ક્યાં શાંત રહેશે ? સમજ માનવ, તું જરા થોભ માનવ,આ સંહાર માટે વિનાશ નિશ્ચિંત છે.

શું સાચેજ, આપણે ક્યાંય સુંદરતા થોડી ઘણી રહેવા દીધી છે ? શું સાચેજ, આટલાં વૃક્ષોનું છેદન આપણાં થકી થઇ રહ્યું છે, એની સામે વૃક્ષારોપણ કરી રહ્યા છે ? અને શું આપણે આના અંત ને સમજી રહ્યાં છે ? કે જે ખરેખર ખુબજ ભયંકર સાબિત થઈ શકે છે?  ના, આપણે સાચેજ એવાં દૂરદર્શી વિચારો નથી કર્યા, અને સાચેજ આજે આપણે કેટકેટલુંય આડકતરી રીતે વેઠી રહ્યાં છે, ભોગવી રહ્યાં છે. કમોસમી વરસાદ, ગરમીનું દિવસે દિવસે વધતું તાપમાન, નદી તળાવનું સુકાઈ જવું, દરિયામાં પાણીના સ્તરનું વધવું અને બીજું ન જાણે કેટલુંય.

પ્રકૃતિ એ સંપુર્ણ વૃક્ષોથી ભરેલ લીલોતરી, હરીયાળી, સુગંધ, સુંદરતા પર અવલંબિત છે. તો જો આપણે એને સાચવી ન શકતા હોય તો એનો વિચ્છેદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણે એની કાળજી ન રાખી શકતાં હોય, એનું જતન ન કરી શકતાં હોય, એનું સિંચન ન કરી શકતાં હોય તો આપણને એને નષ્ટ કરવાનો અધિકાર કોણે આપ્યો ?

આપણે જાણે અજાણે વૃક્ષ પર રહેતા કેટલાંય જીવોના દોશી બની જતાં હોઈએ છીએ, પોતે સુખેથી પોતાની છત્ર છાયા હેઠળ જીવન પસાર કરીએ છીએ, અને એ મૂક અબોલા પ્રાણીઓ ને છાયા વિહોણાં કરી દેતા હોઈએ છે. સ્વાર્થી ન બનીએ, પ્રકૃતિ આપણી કુદરતી સુંદરતાને જાળવીએ, પશુ પક્ષીઓ માટે રહેઠાણ ઊભું કરવામાં સહભાગી બનીએ.

આપણે કુદરતનું જતન કરીએ, અને પ્રણ લઈએ કે અટકાવીશું વૃક્ષોના છેદન થતાં, અને નહિ બનીએ બરબાદીનો ભાગ.


Rate this content
Log in