યથાર્થ ગીતા ૪૧/૪૨
યથાર્થ ગીતા ૪૧/૪૨


યથાર્થ ગીતા
શ્ર્લોક- ૪૧
अधमाँभिभवात्कृष्णे प्रदुष्यन्ति कुलस्त्रियः।स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः।
અનુવાદ- હે કૃષ્ણ ! અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાષ્ણૅય ! સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે.
સમજ : શ્રી કૃષ્ણ પાપ અધિક માત્રામાં વધી જતાં કુળની સ્ત્રિઓ દુરાચારી બને છે. હે વાષ્ણૅય સ્ત્રીઓ દુરાચારી થતા વર્ણશંકર પ્રજા પેદા થાય છે. અર્જુનની માન્યતા હતી કે કુળની સ્ત્રીઓ દૂષિત થતાં વણશંકર પ્રજા પેદા થાય છે. પરંતુ શ્રી કૃષ્ણએ આ વાતનું ખંડન કરતાં આગળ બતાવ્યું છે કે હું અથવા સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ આરાધના ક્રમમાં ભ્રમ ઉત્પન્ન કરે તો વર્ણશંકરતા કરતા ઉત્પન્ન થાય છે. વર્ણશંકરતાના પર પ્રકાશ નાખતાં અર્જુન કહે છે કે-
યથાર્થ ગીતા
શ્ર્લોક-૪૨
संङकरो नरकायैव कुलघ्नानां कुलस्य च। पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोद्कक्रिया:।।४२।।
અનુવાદ વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરે છે અને કુળને નરકમાં પહોંચાડે છે. શ્રાદ્ધની પિંડદોકક્રિયા અટકી જતાં તેના પિતૃઓની અવગતિ થાય છે. વર્તમાન નષ્ટ પામે છે. ભૂતકાળના પિતૃઓની અવગતિ થાય છે અને ભવિષ્યની પ્રજાની પણ અવગતિ થશે.
(ક્રમશ)