યથાર્થ ગીતા ૨-૨૯
યથાર્થ ગીતા ૨-૨૯
आश्चर्यवत्पश्यति कश्र्चिदेनमाश्र्यवद्बदति तथैव चान्य:। आश्चर्यंवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्र्चित्।।२९।।
અનુવાદ : કોઈ આત્માને આશ્ચર્ય જેવો જુવે છે, તેમજ બીજો કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે તથા ત્રીજો આને આશ્ચર્ય જેવો સાંભળે છે, અને કોઈ તો આને સાંભળીને પણ સમજતો નથી.
સમજ : પહેલાં શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, આત્માને તત્વદર્શીઓએ જોયો છે. હવે તત્વદર્શનની દુર્લભતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે કોઇ વિરલ મહાપુરુષજ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. તે સાંભળતો નથીપ્રત્યેક જુએ છે, એજ રીતે બીજો કોઇ મહાપુરૂષ જ આશ્ચર્યની રીતે આના તત્વને કહે છે . જેણે જોયું છે, તે જ યથાર્થ રીતે કહી શકે છે. બીજો કોઇ વિરલ સાધક અને આશ્ચર્યની જેમ સાંભળે છે-બધા જ સાંભળતા નથી કારણ કે આ અધિકારીને માટે જ છે. હે અર્જુન કોઈ તો સાંભળીને પણ આત્માને નથી જાણી શકતા, કારણ કે સાધન હાથ લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાતો સાંભળો. સમજો-ઝીણવટથી સમજો, આતુર રહો, પરંતુ જો તમારો મોહ બહુ જ પ્રબળ હોય તો થોડી જ વારમાં તમે તમારા સાંસારિક વ્યવસ્થાઓ મશગૂલ થઈ જાઓ છો. અંતમાં શ્રી કૃષ્ણ નિર્ણય જણાવે છે.
ક્રમશ: