યથાર્થ ગીતા ૨-૩૪
યથાર્થ ગીતા ૨-૩૪
अकीर्ति चापि भूतानि कथयिष्यन्ति तेडव्ययाम्।
संभावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते।।३४।।
અનુવાદ : વળી બધા લોકો લાંબા કાળ રહેનારી તારી અપકીર્તિ ગાયા કરશે અને પ્રતિષ્ઠા પામેલાને માટે એ અપકીર્તિ મરણથી પણ અધિક દુઃખદાયી હોય છે.
સમજ સૌ લોકો ઘણા કાળ સુધી તારી અપકીર્તિની વાતો કરશે. આજ પણ પદચ્યુત થવાવાળા સૌ મહાત્માઓમાં વિશ્વામિત્ર, પરાશર, નીમી, શૃંગી વગેરેની ગણના થાય છે. ઘણા સાધકો પોતાના ધર્મ ઉપર વિચારે છે કે લોકો આપણને શું કહેશે ? આવો ભાવ પણ સાધનામાં સહાયક હોય છે. આથી સાધનામાં લાગ્યા રહેવા માટે પ્રેરણા મળે છે. થોડે ઘણે અંશે આ ભાવ પણ સાથ આપે છે. સન્માનનીય પુરુષ માટે તો અપકીર્તિ મરણથી પણ વિશેષ હોય છે.
ક્રમશઃ