યથાર્થ ગીતા ૨-૩૮
યથાર્થ ગીતા ૨-૩૮
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि।।३८।।
અનુવાદ સુખદુઃખને, લાભ-અલાભ ને તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું તૈયાર થા, એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં.
સમજ : આ રીતે સુખ દુખ, લાભ હાની, જય પરાજયને સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થાય. યુદ્ધ કરવાથી તું પાપ પ્રાપ્ત નહીં કરે. અર્થાત સુખમાં સર્વસ્વ અને હાની માં પણ દેવત્વ છે. વિજય માં મહામહિમ સ્થિતિ અને પરાજયમાં દૈવી સંપદ પર અધિકાર છે. આ પ્રમાણે તું પોતાના લાભ હાનિ સારી રીતે જાતે જ સમજી ને યુદ્ધ માટે તૈયાર થા. લડવામાં જ બંને વસ્તુઓ છે. લડીશ તો પાપ અર્થાત આવાગમનનૈ પ્રાપ્ત નહીં થાય. માટે તું યુદ્ધ માટે તૈયાર થા.
ક્રમશ: