યથાર્થ ગીતા ૨-૩૭
યથાર્થ ગીતા ૨-૩૭


યથાર્થ ગીતા
બીજો અધ્યાય
શ્લોક-૩૭
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्। तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।
અનુવાદ- જો તુ યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પામીશ અથવા જીત થશે તો પૃથ્વીને ભોગવીશ તેથી હે કૌન્તેય! યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઉઠ.
સમજ-આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ. સ્વરમાં વિચારવાની ક્ષમતા રહેશે. શ્વાસની બહારની પ્રકૃતિમાં વિચારવાની ધારાઓ બંધ થશે. પરમ દેવ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી દૈવી સંપદ હૃદયમાં સંપૂર્ણ રીતે વહેવા લાગશે. અથવા આ સંઘર્ષમાં જીતવાથી ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે. માટે હે અર્જુન, યુદ્ધ કરવા નો નિશ્ચય કરી ને ઉભો થા.
ઘણું કરીને લોકો આ શ્લોકનો અર્થ એમ સમજે છે કે, આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વીના ભોગવીશ, પરંતુ તમને સ્મરણ હશે કે અર્જુન કહી ચુક્યો છે, ઓ ભગવાન પૃથ્વી જ નહીં પરંતુ ત્રિલોક નું સામ્રાજ્ય અને દેવોનું સ્વામી તત્વ અર્થાત ઇન્દ્રપદ પ્રાપ્ત થાય તોપણ ઇન્દ્રિયોને સૂકવી નાંખનારા મારા આ શોકને દૂર કરી શકે એવો ઉપાય મને દેખાતો નથી. જો આ બધું મળવાનું હોય તોય હે ગોવિંદ, હુ યુદ્ધ કદાપિ નહીં કરું. જો આટલા ઉપરથી પણ શ્રીકૃષ્ણ કહે છે-કે, અર્જુન, લડ, જીતીશ તો પૃથ્વી ભોગવીશ, હારીશ તો સ્વગૅનો નાગરિક બનીશ. તો શ્રીકૃષ્ણ તેને શું આપી દે છે?અર્જુન તો આનાથી પણ આગળ ના સત્ય, શ્રેય(પરમ કલ્યાણ)ની ઇચ્છાવાળો શિષ્ય હતો. તેને સદગુરુ શ્રી કૃષ્ણે કહ્યું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ના આ સંઘર્ષમાં જો શરીર નો સમય પુરો થઈ જાય અને લક્ષ્ય સુધી પહોંચી ન શકાય, તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, સ્વ માં વિચરણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરીશ. દૈવી સંપદ હૃદયમાં સ્થિર થશે અને આ શરીરના રહેતા રહેતા જ સંઘર્ષમાં સફળ થઈ જવાશે, તો મહીમ સૌથી મહાન બ્રહ્મના મહિમાની માણી શકાય. મહામહીમ-સર્વોચ્ચ, ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી લઈશ. જીતીશ તો સર્વસ્વ એટલે કે મહામહીતત્વને પામીશ અને હારીશ તો દેવત્વ-બંને હાથમાં લાડુ રહેશે. લાભમાંય મ લાભ અને હાનિમાય લાભ છે. વળી વિચાર પર ફરીવાર ભાર મુક્તા કહે છે .
ક્રમશ