યથાર્થ ગીતા ૨-૩૧
યથાર્થ ગીતા ૨-૩૧


स्वधर्मेमपि चावेक्ष्य न विकम्पितुमहॅसि ।
धम्याॅद्वि युध्दाच्छेऽन्यत्क्षत्रिय न विधयेक।।३१।।
અનુવાદ : વળી સ્વધર્મને જોઈને પણ તું કંપવાને યોગ્ય નથી; કેમકે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું કોઈ કલ્યાણકારક કર્તવ્ય નથી.
સમજ : હે અર્જુન, સ્વધર્મને જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી. કારણકે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વધે તેવો અન્ય કોઈ પરમ કલ્યાણકારી માર્ગ નથી. અહીં સુધી તો આત્મા સનાતન છે. તે જ એકમાત્ર ધર્મ છે. એમ કહેવાયું છે. હવે આ સ્વધર્મ એટલે શું?ધર્મ તો એક માત્ર આત્મા જ છે. તે તો અચળ અને સ્થિર છે, તો ધર્માચરણ શું છે? આત્માના માર્ગ પ્રવૃત્ત થવાની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. આથી સ્વભાવગત ક્ષમતા એજ સ્વધર્મ એમ કહ્યું છે.
આજ એક સનાતન આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા સાધકોનું મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતા પ્રમાણે ચાર વર્ગોમાં વિભાજન કર્યું શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક સાધક શુદ્ર અર્થાત અલ્પ જ્ઞાન વાળો હોય છે. કલાકો સુધી ભજનમાં બેસે છતાં પણ તે દસ મિનિટ પોતાના પક્ષમાં કે સ્વરૂપમાં રહી શકતો નથી. તે પ્રકૃતિની માયાજાળ ને કાપી શકતો નથી. આ અવસ્થામાં મહાપુરુષની સેવાથી એના સ્વભાવમાં સદગુણ આવે છે. તે વૈશ્ય શ્રેણીનો સાધક બની જાય છે. આત્મિક સંપત્તિ સ્થિર સંપતિ છે. તે ધીમે ધીમે તેનો સંગ્રહ અને ગોપાલન અર્થાત ઇન્દ્રિયોની સુરક્ષા કરવા સમર્થ બની શકે છે. કામ, ક્રોધ વગેરેથી ઇન્દ્રિયોની હિંસા થાય છે તથા વિવેક વૈરાગ્યથી તેની સુરક્ષા થાય છે. પરંતુ પ્રકૃતિની નિર્બીજ બનાવવાની ક્ષમતા તેનામાં હોતી નથી.
ક્રમશ ઉન્નતિ કરતાં કરતાં સાધકના અંતઃકરણમાં ત્રણે ગુણોને હળવાની ક્ષમતા અર્થાત ક્ષત્રિયત્વ આવી જાય છે, બોલતો નહીં આજ સ્તર પર પ્રકૃતિ અને તેના વિકારોનો નાશ કરવાની ક્ષમતા આવી જાય છે. માટે યુદ્ધ અહીંથીજ શરૂ થાય છે.
ક્રમશઃ
સાધના કરતાં કરતાં સાધક બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી જાય છે. આ સમયે મનનુ સમન, ઇન્દ્રિયોનું દમન, એકધારુ ચિંતન, સરલતા, અનુભવ, જ્ઞાન વગેરે લક્ષણ સાધકમાં સ્વાભાવિક રીતે પ્રગટે છે. આનાજ અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશે છે. આ સ્થિતિએ પહોંચતાં તો તે બ્રાહ્મણ પણ નથી રહેતો. એનાથી ઉપર ઉઠે છે.
વિદેહ રાજા જનકની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્કય એ ચાક્રાયણ ઉપસ્તિ, કહોલ, આરુણી ઉદ્દાલક અને ગાર્ગીના પ્રશ્નોનું સમાધાન કરતા કહ્યું કે સંપૂર્ણ પણે આત્મસાક્ષાત્કાર કરનારજ બ્રાહ્મણ છે. આ આત્મા જ લોક પરલોક અને સમસ્ત પ્રાણીઓનું અંદરથી નિયમન કરે છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી ,જળ, વાયુ ,અગ્નિ, તારાગણ, અંતરીક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ આ આત્માનાજ શાસનમાં છે. તમારો આત્મા અંતર્યામી, અમૃત છે. આત્મ અક્ષર છે, તેનાથી ભિન્ન એ બધુંજ નાશવંત છે. આ લોકમાં જે કોઈ અક્ષરને જાણ્યા વિના યજ્ઞાયાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષોથી હોમ કરે છે, તેના આ બધાંજ કર્મોનો નાશવાન છે. આ અક્ષરને જાણ્યા વગર કોઈપણ આ લોકો મૃત્યુ પામે છે, તે દયનીય છે. કૃપણ છે અને જે આ અક્ષર ને જાણી આ લોકો મૃત્યુ પામે છે તે બ્રાહ્મણ છે.(બૃહદારણ્યકકોષપનિષદ ૩/૪-૫-૭/૮)
અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક છે. શ્રીકૃષ્ણ કહે છે-કે ક્ષત્રિય શ્રેણીના સાધક માટે યુદ્ધ સિવાય કલ્યાણકારી કોઈ અન્ય માર્ગ છે જ નહીં.
પ્રશ્ન એ થાય છે કે ક્ષત્રિય છે શું? લોકો ઘણું બધું કરીને આનો અર્થ સમાજમાં જન્મથી પેદા થયેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવો જ કરે છે. આનેજ ચાર વર્ણો માની લીધા છે, પરંતુ એમ નથી. શ્રીકૃષ્ણ પોતે જ ક્ષત્રિય શું? વર્ણ શું? તે બતાવ્યું છે. અહીં એમણે માત્ર ક્ષત્રિયનું નામ લીધું અને આગળ ૧૮માં અધ્યાય સુધી આ પ્રશ્નનું સમાધાન રજૂ કરતાં ખરેખર વર્ણ શું છે, અને એમાં પરિવર્તન કઈ રીતે થાય છે તે સમજાવ્યું છે.
શ્રીકૃષ્ણે કહ્યું છે કે चातुर्वर्ण्यं मया सृष्टं-ચાર વર્ણોની રચના મેં જ કરી છે. તો શું એમણે માણસોના ભાગલા પાડ્યા? શ્રકૃષ્ણ કહે છે-કે નહીં.गुणकर्मविभागशः -ગુણા માધ્યમથી કર્મોના ચાર ભાગ વિભાજિત કર્યા. જોવાનું એ છે કે જેના ભાગલા પાડ્યા તે કર્મ શું છે? ગુણ પરિવર્તનશીલ છે. સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા-તામસી થી રાજસી અને રાજસીથી સાત્વિક ગુણોમાં પ્રવેશ થતો જાય છે. છેવટે બ્રાહ્મણ સ્વભાવ બની જાય છે.
તે સમયે બ્રહ્મમાં પ્રવેશ કરાવનારી બધીજ યોગ્યતાઓ તે સાધકના આવતી હોય છે. વર્ણ સંબંધી પ્રશ્નો અહીંથી આરંભ પામી છેક અઢારમાં અધ્યાયમાં જઈને પૂર્ણ થાય છે.
ક્રમશ: