યથાર્થ ગીતા- ૩૮-૩૯
યથાર્થ ગીતા- ૩૮-૩૯


યથાર્થ ગીતા
શ્ર્લોક-૩૮
यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः।कुलक्षयकृतं दोषं मित्रदोहे च पातकम्।।३८।।
અનુવાદ : લોભથી તેમના ચિત્ત ભ્રષ્ટ થયેલા છે એટલે તેઓ કુશળતાના દોષને અને મિત્ર દોહના પાપને સમજી શકતા નથી. આ એમની ઉણપ છે.આમ છતાં..
શ્ર્લોક- ૩૯
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम्।कुलक्षयकृत दोषं प्रपश्यभ्दिजॅनार्दन।।३९।।
અનુવાદ તે જનાર્દન, કુળનાશ ના દોસ્તની સમજ નારા આપણે આ પાપમાંથી બચવાનું કેમ ન વિચારીએ ! હું પાપ કરું છું એવી વાત નથી. આ પણ ભૂલ કરી રહ્યા છો! શ્રીકૃષ્ણ પર પણ આરોપ મૂકે છે. હજુ તે પોતાની શ્રીકૃષ્ણથી સહેજ પણ ઉતરતો માનતો નથી. પ્રત્યેક નવો સાધક ગુરુના શરણમાં જતા આ પ્રકારના તર્ક કરે છે અને પોતે બધું જાણે છે એમ માની લે છે. અર્જુન આ જ કહે છે -તે લોકો ભલે ન સમજે, પરંતુ હું અને આપ સમજદાર છીએ. કુળ નાશના દોષો પર આપણે વિચાર કરવો જોઈએ. કુળ નાશમાં શા શા દોષ છે ?
ક્રમશ: