યથાર્થ ગીતા - ૩૭
યથાર્થ ગીતા - ૩૭


યથાર્થ ગીતા
શ્ર્લોક-૩૭
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान्।स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव।।३७।।
અનુવાદ માટે હે માધવ!પોતાના બાંધવ એવા ધુતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારી માટે યોગ્ય નથી; કેમકે સ્વજનોને મારી અમે કેવી રીતે સુખી થઈશું ?
સમજ: તેથી હે માધવ, અમારા પોતાના જ બંધુ એવા ધુતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. પોતાના બંધુઓ કેવી રીતે ? તે તો શત્રુ નહોતા ? વાસ્તવમાં શરીરના સંબંધો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આ મામા છે, આ સસરા છે, સ્વજન સમુદાય છે આ બધું જ અજ્ઞાન જ છે. શરીર નશ્વર છે, તો આ સંબંધો ક્યાં રહેવાના? મોહ છે ત્યાં સુધી સ્નેહીજન છે, આ પરિવાર છે, આપણી દુનિયા છે. હું મોહ નથી કાંઈ પણ નથી.
આથી જ તો શત્રુ પણ અર્જુનને સ્વજન દેખાય છે. તે કહે છે કે પોતાના કુટુંબનું મારીને અમે કેવી રીતે સુખી થઈએ ? અજ્ઞાન અને મોહ ન રહે તો કુટુંબનું અસ્તિત્વ પણ ન રહે. આ અજ્ઞાન જ્ઞાનનું પ્રેરક પણ છે. ભર્તુહરિ, તુલસીદાસ વગેરે અનેક મહાનુભાવોને વૈરાગ્યની પ્રેરણા પત્ની પાસેથી મળી, તું કોઈ અપરમાના વહેવારથી ખિન્ન બનીને વૈરાગ્યના માર્ગ પર ચાલી નીકળ્યા હોવાનું દેખાય છે.
(ક્રમશ)