યથાર્થ ગીતા-૩૬
યથાર્થ ગીતા-૩૬


યથાર્થ ગીતા
શ્ર્લોક-૩૬
निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ।पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिन:।।३६।।
અનુવાદ હે જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી ને અમને શો આનંદ થાય ? આ આતતાયીઓને મારવાથી અમને પાપ લાગે. (ઝેર આપનાર, આગ લગાડનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, સ્ત્રીઓનું અપહરણ કરનાર, જમીન હડપ કરી લેનારને આતતાયી કહે છે).
સમજ : કે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને પણ અમને ક્યાં પ્રસન્નતા મળવાની હતી ? જય ધુતરાષ્ટ્ર અર્થાત ધૃષ્ટતાનૂ રાષ્ટ્ર છે, એમાં ઉત્પન્ન થયેલા મોહરુપી દુર્યોધન વગેરેને મારીને પણ અમને શું પ્રસન્નતા મળવાની ? આ આતતાયીઓને મારીને પણ અમને પાપજ લાગશે. જે જિંદગીમાં તુસ્છ લાભ માટે અનીતિને અપનાવે છે તે આતતાયી કહેવાય, પરંતુ આત્માના પથમાં અવરોધ ઉભો કરે તે સૌથી મોટો આતતાયી છે. આત્મદર્શન બાધક થનાર કામ, ક્રોધ, લોભ , મોહ વગેરેના સમુહ જ આતતાયી છે.
(ક્રમશ)