યથાર્થ ગીતા ૩૫-૩૬
યથાર્થ ગીતા ૩૫-૩૬
શ્ર્લોક-૩૪
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः। मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबन्घिनस्तथा।।३४।।
અનુવાદ-આ યુદ્ધમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, સાળા તથા તમામ સંબંધી ઓ છે.
શ્ર્લોક-૩૫
एतान्न हन्तुमिच्छामि ध्नतोऽपि मधुसूदन। अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते।।३५।।
અનુવાદ હે મધુસુદન!ભલે તેઓ મને હણી નાખે, ત્રણ લોકના રાજ્યને ખાતર પણ હું તેમને હણવા ઇચ્છતો નથી. તો આ ભૂમિને ખાતર તો કેમ જ હણુ?
સમજ: અઢાર અક્ષોહિણી સેનામાં અર્જુનને પોતાનો પરિવાર જ દેખાયો. આટલા બધા સ્વજનો વાસ્તવમાં કોણ છે?હકીકતમાં તો અનુરાગજ અર્જુન છે. ભજનના આરંભમાં પ્રત્યેક અનુરાગીની સમક્ષ આ જ સમસ્યા રહી છે. બધા ઈચ્છે છે કે ભજન કરીને તે પરમ સત્યને મેળવીએ, પરંતુ કોઇ અનુભવી સદગુરુની છત્રછાયામાં કોઈ અનુરાગી જ્યારે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંઘર્ષ અને સમજે કે પોતે કોની સાથે લડવાનું છે ત્યારે તે હતાશ થઈ જાય છે. તે ઇચ્છે છે કે પોતાના પિતાનો પરિવાર, શ્ર્વસુરનો પરિવાર, મામાનો પરિવાર, સ્નેહીજનો, મિત્રો, ગુરુજનો બધા સાથે રહે. બધા સુખી રહે અને આ બધાની વ્યવસ્થા કરતાં પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ પણ કરી લઈએ, પરંતુ જ્યારે એને સમજાય છે કે આરાધના અંગ્રેસર થવા મ
ાટે પરિવાર છોડવો પડે, આ સંબંધીઓનો ત્યાગવો પડે ત્યારે તે અધીર થઇ જાય છે.
પૂજ્ય મહારાજજી કહેતા હતા કે- મરવું અને સાધુ થવું બન્ને બરાબર છે. સાધુ માટે દુનિયામાં બધા જીવિત હોઇ શકે, પરંતુ ઘરવાળા નામ પર કોઈ નથી હોતા. જો કોઈ હોય તો લગાવો છે. મોહ સમાપ્ત ક્યાં થયો છે ? લગાવવાનો સંપૂર્ણ ત્યાગ, મોહનું સહઅસ્તિત્વ દૂર થતાં વિજય નિશ્ચિત બને છે. આ સંબંધોનો વિસ્તાર એટલે જ જગત. અન્યથા જગતમાં આપણું શું છે ? तुलसीदास कह चिद् विलास जग, बूझत बूझत बूझे।
મન નો વિસ્તાર જગત છે. યોગેશ્વર શ્રીકૃષ્ણએ પણ મનના પ્રસારનેજ જગત કહીને સંબોધન કર્યું છે. જેણે આ પ્રભાવને રોકી લીધો તેણે સચરાચર જગતને જીતી લીધું. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मन(गीता ५/१९)
માત્ર અર્જુન અધીરો હતો એવી વાત નથી. અનુરાગ તો બધાના હ્રદયમાં છે. પ્રત્યેક અનુરાગી અધીર થાય છે. એને સંબંધી યાદ આવવા માંડે છે. પહેલા એ વિચારતો કે ભજનથી કંઈક લાભ થશે તો આ લોકો સુખી થશે. એમની સાથે રહીને સુખ ભોગવીશું. પરંતુ એ લોકો સાથે ન રહે, સો સુખ લઈને પણ શું કરવાનું ? અર્જુન ની દ્રષ્ટિ રાજય સુખ પૂરતી સીમિત હતી. તે ત્રિલોકના સામ્રાજ્યનેજ સુખની પરાકાષ્ઠા સમજતો હતો. એની આગળ પણ કોઈ સત્ય છે એની જાણકારી અર્જુનને હમણાં નથી.
ક્રમશ: